અમેઠીમાં બૂથ કેપ્ચરિંગ: મહિલાને હાથ પકડીને જબરજસ્તી પંજા પર મતદાન કરાવાયું

મુખ્ય સમાચાર રાજકીય

સોમવારે લોકસભાની ચૂંટણીનું પાંચમાં તબક્કા માટે મતદાન શરૂ થઇ ગયું છે. પાંચમાં તબક્કામાં 7 રાજ્યોની 51 બેઠક પર મતદાન થઇ રહ્યું છે. આ તબક્કામાં કેટલીય આઇ પ્રોફાઇલ બેઠક સામેલ છે. તેમાં અમેઠી સૌથી હોટ બેઠક છે કારણકે આ બેઠક પર કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી ચૂંટણીના મેદાન પર છે જ્યારે મોદી સરકારના મંત્રી સ્મૃતિ ઇરાની બીજેપીની ઉમેદવાર તરીકે ચૂંટણી લડી રહી છે.

દરમિયાન અહી એક બૂથ પર જબરદસ્તી વોટિંગ કરાવવાની ઘટના સામે આવી છે. અમેઠીથી ભાજપના ઉમેદવાર સ્મૃતિ ઈરાનીએ રાહુલ ગાંધી પર બૂથ કેપ્ચરિંગનો આરોપ લગાવ્યો. તેમણે જણાવ્યુ કે, કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીના ઈશારે અમેઠીમાં બોગસ મતદાન અને બૂથ કેપ્ચરિંગ કરવામાં આવી રહ્યુ છે.

સ્મૃતિ ઈરાનીએ ટ્વિટર પર એક વીડિયો પોસ્ટ કર્યો હતો. જેમા એક મહિલા કોને મત આપ્યો અને મત આપવા દબાણ કરવામાં આવ્યુ હોવાનું જણાવી રહી હતી. જે બાદ સ્મૃતિ ઈરાનીએ જણાવ્યું કે, અમેઠીની જનતા રાહુલ ગાંધીને જવાબ આપવાની છે.

આ મામલો ગૌરીગંજના ગુજરટોલા બુથ નંબર 316નો છે જ્યાં મહિલાએ પીઠાસીન અધિકારીને જબરદસ્તી વોટ કરાયાનો આરોપ મૂકતા કહ્યું કે હાથ પકડીને જબરદસ્તી પંજા પર મતદાન કરાવ્યું.