ઈશફાફ અહેમદ સોફી જમ્મુ-કાશ્મીરના સોપોરનો રહેવાસી હતો. જેને એન્કાઉન્ટર દરમિયાન સુરક્ષાબળોએ જમ્મુ-કાશ્મીરના શોપિયામાં ઠાર માર્યો હતો. ISJK આતંકી ઈશફાફ અહેમદ સોફી અબ્દુલ્લાના ભાઈના નામે પણ ઓળખાતો હતો. તેની પાસેથી ઘાતકી હથિયારો પણ મળી આવ્યા હતા. આતંકીને ઠાર મારતાની સાથે જ જમ્મુ-કાશ્મીરના એડિશનલ ડેપ્યુટી કમિશનરે અહીંની તમામ શાળા કોલેજોને બંધ રાખવાના આદેશ કર્યો છે.
અગાઉ સુરક્ષાબળોએ શોપિયા જિલ્લાના ઈમામ સાહેબ ગામમાં એન્કાઉન્ટર દરમિયાન બુરહાન વાની ગેંગના છેલ્લા કમાંડર લતીફ ટાઈગર સહિત બે આતંકીઓને ઠાર કર્યા હતા. હિઝબુલના કમાંડર લતીફ અને બે આતંકીઓ એક ઈમારતમાં છુપાયા હતા. સુરક્ષાબળોને બાતમી મળતા આ ત્રણેય આતંકીઓ ઠાર મરાયા હતા. જો કે આ એન્કાઉન્ટરમાં સુરક્ષાબળોના બે જવાનો પણ ઘાયલ થયા હતા.

