ચીનમાં યથાવત કોરોના વાયરસના કહેર વચ્ચે ભારતે ચીન પર ગંભીર આરોપ મુક્યા છે. ભારતનુ કહેવુ છે કે, કોરોના વાયરસના એપી સેન્ટર મનાતા વુહાનમાંથી ભારતીયોને પાછા લાવવા માટેના ભારતીય વાયુસેનાના વિમાનને મોકલવા માટે ચીન મંજૂરી આપવામાં આનાકાની કરી રહયુ છે અને જાણી જોઈને મોડુ કરી રહ્યુ છે. બીજી તરફ ચીને આ આરોપ ફગાવીને કહ્યુ હતુ કે, વુહાન જે પ્રાંતમાં છે તે હુબેઈમાં અત્યારે બહુ ગંભીર સ્થિતિ છે.
ઉલ્લેખનીય છે કે સરકારે વાયુસેનાના સી 17 પ્રકારના વિમાનને વુહાનમાં મોકલવાનો નિર્ણય કર્યો છે પણ ચીનના ક્લીયરન્સના અભાવે આ વિમાન ઉડાન ભરી શક્યુ નથી.આ વિમાનમાં ભારત સરકાર મોટા પાયે સહાય સામગ્રી લઈ જવાનુ હતુ અને ભારતીયોને પાછુ લાવવાનુ હતુ.
ભારતના પીએમ નરેન્દ્ર મોદી કોરોના વાયરસ માટે ચીનને તમામ પ્રકારની સહાય કરવા પત્ર લખી ચુક્યા છે.આ પહેલા વુહાનમાંથી ભારત 640 લોકોને પાછા લાવી ચુકયુ છે.હજી 100 ભારતીયો વુહાનમાં ફસાયેલા છે.બીજા ઘણા દેશો પોતાના નાગરિકોને પાછા લાવી ચુક્યુ છે. ભારત સરકારે સવાલ ઉઠાવ્યો છે કે, બીજા દેશોને જો રાહત સામગ્રી મોકલવા પર અ્ને પોતાના નાગરિકોને પાછા લાવવા માટે ચીને મંજૂરી આપી હોય તો ભારતને કેમ આ મંજૂરી અપાઈ રહી નથી.