કુલ 33 કલાક 20 મિનીટ સુધી ટ્રમ્પ ભારતમાં, અમદાવાદથી દિલ્હીના પ્રવાસનું શેડ્યૂલ

ગુજરાત દેશ-વિદેશ મુખ્ય સમાચાર

સોમવારે24 તારીખે સવારે 11.40 વાગ્યે અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ એરપોર્ટ પર ડોનાલ્ડ ટ્રમ્પ પહોંચશે. અહીં વડાપ્રધાન, મુખ્યમંત્રી અને રાજ્યપાલ તેમનું સ્વાગત કરશે. ત્યારબાદ સવા 12 વાગ્યાની આસપાસ તેઓ ગાંધી આશ્રમની મુલાકાતે જશે. ત્યાં પંદર મિનિટ જેટલો સમય વિતાવશે અને ત્યારબાદ મોટેરા સ્ટેડિયમ જવા રવાના થશે. બપોરે 1 વાગ્યાની આસપાસ ટ્રમ્પ મોટેરા સ્ટેડિયમ પહોંચશે અને ત્યાં નમસ્તે ટ્રમ્પ ઇવેન્ટમાં ભાગ લેશે. સમગ્ર કાર્યક્રમ પૂરો થયા બાદ 3.30 વાગતા તેઓ આગ્રા જવા રવાના થશે. ડોનાલ્ડ ટ્રમ્પ વડાપ્રધાન મોદી સાથે એરપોર્ટથી ગાંધીઆશ્રમ સુધી અને ત્યારબાદ ગાંધીઆશ્રમથી મોટેરા સ્ટેડિયમ સુધી રોડ શોમાં સામેલ થશે.

તારીખ 24મી ફેબ્રુઆરીએ ટ્રમ્પની મુલાકાતનું શેડ્યૂલ
11:40 AM – અમદાવાદ એરપોર્ટ પર આગમન઼
12:15 AM – ગાંધી આશ્રમની મુલાકાત
1:05 PM – મોટેરા સ્ટેડિયમ પહોંચશે
3:30 PM – આગ્રા જવા રવાના થશે
4:45 PM – આગ્રા એરપોર્ટ પર આગમન
5:15 PM – તાજમહેલની મુલાકાત
6:45 PM – દિલ્હી જવા રવાના થશે
7:30 PM – દિલ્હી પહોંચશે

તારીખ 25મી ફેબ્રુઆરીએ ટ્રમ્પનું શેડ્યૂલ
10:00 AM – રાષ્ટ્રપતિ ભવનના સેરેમોનિયલ રિસેપ્શનમાં ભાગ લેશે
10:30 AM – રાજઘાટ પર બાપુને શ્રદ્ધાંજલિ અર્પણ કરશે
11:00 AM – વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે બેઠક
12:40 PM – અમુક મહત્વના દ્વિપક્ષીય કરાર કરશે
7:30 PM – રાષ્ટ્રપતિ સાથે મુલાકાત કરશે
10:00 PM – અમેરિકા જવા રવાના થશે