ઓટો સેક્ટરની મંદીથી પરેશાન કંપનીઓ સતત ઉત્પાદનમાં ઘટાડો કરી રહી છે. કામ કરવાનાં કલાકોમાં ઘટાડો કરવાનો ઉપાય કરવા લાગી છે. ત્યારે હવે હિંદુજા ગ્રુપની ઓટો કંપની અશોક લેલેન્ડે સપ્ટેમ્બરમાં પોતાના પ્લાન્ટ્સમાં 5થી 18 દિવસ સુધી કામકાજ બંધ રાખવાની જાહેરાત કરી છે. કંપનઈએ તેના માટે નબળી ડિમાન્ડનું કારણ આપ્યુ છે. કંપનીએ દેશમાં પોતાના દરેક પ્લાન્ટમાં કામકાજનાં દિવસો ઘટાડી રહી છે.
કંપનીએ સૌથી વધારે પંતનગરમાં 18 દિવસ સુધી કામકાજ બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. તેના સિવાય અલવરમાં 10 દિવસ, ભંડારામાં 10 દિવસ, એન્નોરમાં 16 દિવસ અને હોસુરના પ્લાન્ટમાં પાંચ દિવસ સુધી કામકાજ બંધ કરવાનો નિર્ણય કર્યો છે.
ઉલ્લેખનીય છેકે, દેશની ઓટો ઈન્ડસ્ટ્રી ખરાબ સમયમાંથી પસાર થઈ રહી છે. ઓટો ઈન્ડસ્ટ્રીમાં સુસ્તીને કારણે મારૂતિ સુઝુકી ઈન્ડિયાનાં 3000થી વધારે કર્મચારીઓની નોકરી જતી રહી છે.
કામકાજ બંધ કરતાં પહેલાં અશોક લેલેન્ડે પણ પોતાના કર્મચારીએને કંપની છોડવા માટેની ઓફર આપી હતી. પ્રોડક્શન અને વેચાણામાં ભારે ઘટાડો થવાને કારણે એપ્રિલ મહિનાથી અત્યાર સુધીમાં ઓટો સેક્ટરમાં લગભગ 2 લાખથી વધારે લોકોની નોકરી ગઈ છે.
અશોક લેલેન્ડે કાર્યકારી સ્તરનાં કર્મચારીઓ માટે કંપનીમાંથી અલગ થવાની યોજનાની જાહેરાત કરી હતી. જે હેઠળ કંપનીએ કર્મચારીઓ માટે નોટિસ રજૂ કરીને વીઆરએસ અને ઈએસએસની ઓફર આપી હતી. કંપનીની આ યોજના એવાં સમયે રજૂ કરી હતી, જ્યારે તેનાં કર્મચારીઓ બોનસ વધારવાની માંગને લઈને હડતાળ પર હતા.