J&K: ચીનની ચાલબાજીઓમાં ફસાઈને UNSC બંધ રૂમમાં કરી શકે છે કાશ્મીર પર ચર્ચા

દેશ-વિદેશ મુખ્ય સમાચાર રાજકીય

ચીનના દબાણમાં ઝૂકીને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં શુક્રવારે જમ્મુ કાશ્મીર મુદ્દે ચર્ચા થઈ શકે છે. સંયુક્ત રાષ્ટ્રના એક રાજનાયકના જણાવ્યા મુજબ ચીનની માંગ પર આ ચર્ચા સુરક્ષા પરિષદ બંધ રૂમની અંદર કરી શકે છે. ઉલ્લેખનીય છે કે પાકિસ્તાને જમ્મુ કાશ્મીરના વિશેષાધિકાર ખતમ કરવા વિશે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદને એક પત્ર લખ્યો છે. હવે એ પત્રના બહાને ચીન ભારત સામે પ્રોપાગાન્ડામાં લાગી ગયુ છે.

ચીનની ચાલબાજીઓના દબાણમાં સુરક્ષા પરિષદ

સંયુક્ત રાષ્ટ્રના એક રાજનાયકે નામ ન જણાવવાની શરતે કહ્યુ કે આ રીતનું નિવિદેન થોડા સમય પહેલા જ આવ્યુ છે અને બની શકે કે શુક્રવારે જ આ મુદ્દો ઉઠાવવામાં આવે. તેણે જણાવ્યુ કે, ‘ચીને સુરક્ષા પરિષદને ‘ભારત પાકિસ્તાન સવાલ’ પર બંધ રૂમમાં ચર્ચા વિચારણા કરવા માટે કહ્યુ છે. આ આવેદન પાકિસ્તાન તરફથઈ સુરક્ષા પરિષદના અધ્યક્ષને લખેલા પત્રના આધારે કરવામાં આવ્યુ છે. માહિતી મુજબ ઓગસ્ટ મહિના માટે પરિષદના અધ્યક્ષ પોલેન્ડ બધી વાતો પર વિચાર કરીને સુરક્ષા પરિષદના બાકીના સભ્યો સાથે ચર્ચા કર્યા બાદ બેઠક માટે તારીખ અને સમય નિશ્ચિત કરી શકે છે. રાજનાયકે કહ્યુ કે બેઠક માટે હજુ સુધી સમય નક્કી થયો નથી અને સૌથી વધુ જલ્દી કરે તો એ શુક્રવારે સવારે આ થઈ શકે છે.

યુએનએસસી મહાસચિવથી અલગ લાઈન લઈ રહ્યા છે પ્રેસિડેન્ટ

જિયો ન્યૂઝે સુરક્ષા પરિષદના અધ્યક્ષ જોન્ના વ્રોનેક્કાના હવાલાથી દાવો કર્યો છે કે, ‘એવી સંભાવના વધુ છે કે યુએનએસસી જમ્મુ અને કાશ્મીરની સ્થિતિ પર 16 ઓગસ્ટના રોજ બંધ રૂમમાં વાતચીત કરશે.’ જ્યારે તેમને સમય જણાવવા માટે કહેવામાં આવ્યુ તો તેમણે કહ્યુ કે, ‘શુક્રવારે જ વધુ સંભાવના છે કારણકે સુરક્ષા પરિષદ (યુએનએસસી)ના મહાસચિવ એન્ટોનિયો ગુટેર્રેસ ભારત અને પાકિસ્તાન બંનેને આ મુદ્દે સંયમ મહત્તમ સંયમ જાળવવાની સલાહ આપી ચૂક્યા છે અને એવુ કોઈ પણ પગલુ ન ઉઠાવવાની ભલામણ કરી ચૂક્યા છે જેનાથી તણાવ વધે નહિ. ખાસ વાત એ છે કે તેમણે આના માટે શિમલા સમજૂતીનો ઉલ્લેખ કર્યો હતો જે આ મુદ્દે કોઈ ત્રીજા પક્ષની મધ્યસ્થતાને ફગાવે છે.’