HSRP નંબર પ્લેટ અને પીયુસી કઢાવવામાં આવી સરકારે રાહત,16 ઓક્ટોબર 2019 સુધીમાં લગાડી દેવા આદેશ

ગુજરાત મુખ્ય સમાચાર

ગુજરાત સરકારે16 સપ્ટેમ્બરથી રાજ્યમાં નવા મોટર વહીકલ એક્ટ,2019 ને લાગુ કરવાનું છે. HSRP નંબર પ્લેટ લગાડવા મામલે રાજ્ય સરકારે ફરી એકવાર મુદતમાં વધારો કર્યો છે. 31મી ઓગસ્ટે મુદત પૂરી થઈ ગયા બાદ તેમાં વધારો નહોતો કર્યો પરંતુ આજે સરકારે HSRP નંબર પ્લેટ લગાવવા માટે 1 મહિનાની નાગરિકોને મુદત આપી છે.

16 ઓક્ટોબર સુધીમાં નંબર પ્લેટ લોકોએ લગાડવાની રહેશે. પીયૂસી વગરના વાહનોમાં પણ 30 સપ્ટેમ્બર સુધીનો સરકારે સમય આપ્યો છે. HSRP નંબરપ્લેટ માટે 9મી વખત સરકાર મુદત વધારી છે.

કેન્દ્ર સરકાર દ્વારા ટ્રાફિક નિયમોને વધારે કડક કરવામાં આવ્યા છે. જેનો અમલ ગુજરાત સરકાર દ્વારા 16મી સપ્ટેમ્બરથી કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું. જેના પગલે રાજ્યમાં વાહન ચાલકો પીયુસી કઢાવવા માટે લાબી લાઇનોમાં ઊભા રહીને પીયુસી સર્ટિફિકેટ ગઠાવવા લાગ્યા હતા. જોકે, આવી સ્થિતિ વચ્ચે તંત્ર દ્વારા પીયુસી અને એચએસઆરપી નંબર પ્લેટની સમય મર્યાદામાં વધારો કરવામાં આવતા લોકોને થોડી વધારે રાહત મળશે.