સોશ્યલ મીડિયાનો દુરપયોગ ખતરનાક, સરકાર ઉપાય કરેઃ સુપ્રીમ કોર્ટ

દેશ-વિદેશ મુખ્ય સમાચાર

સોશ્યલ મીડિયાના વધતા જતા દુરપયોગ સામે સુપ્રીમ કોર્ટે પણ ચિંતા વ્યક્ત કરીને સરકારને આ બાબતે કાર્યવાહી કરવા માટે કહ્યું છે.

સુપ્રીમ કોર્ટના જસ્ટીસ દિપક ગુપ્તાએ કહ્યુ હતુ કે, સોશ્યલ મીડિયાના દુરપયોગ રોકવા માટે આકરી ગાઈડલાઈન સરકારે બનાવવી જોઈએ.દરેકની પ્રાઈવસીની રઙા થવી જોઈએ.સરકારે આ બાબતને પ્રાથમિકતા આપવાની જરુર છે.

મને તો થાય છે કે હું સ્માર્ટ ફોન વાપરવાનો જ બંધ કરી દઉં.આપણે કેમ ઈન્ટરનેટ માટે આટલા બધા ચિંતિત હોઈએ છે?આપણને દેશની પણ ચિંતા હોવી જોઈએ.

સાથે સાથે તેમણે કહ્યુ હતુ કે, ઓનલાઈન ગુના આચરનારાઓ અને સોશ્યલ મીડિયા પર ભ્રામક જાણકારી ફેલાવનારા લોકોને ટ્રેક કરવામાં આવે.આવા લોકોને રોકવા માટે ટેકનોલોજી નથી તેવુ કારણ ચાલે તેવુ નથી.સરકાર પાવરફુલ છે.તેની પાસે તો પોતાના અધિકારો છે પણ લોકોના વ્યક્તિગત અધિકારોનુ શું?તેની પણ રક્ષા થવી જોઈએ.

દિપક ગુપ્તાએ કહ્યુ હતુ કે,કોઈ પણ વ્યક્તિ વગર કારણે આપણને પરેશાન કરવા સોશ્યલ મીડિયા પર ટ્રોલ કરે, આપણા ચારિત્ર્ય પર ખોટા આક્ષેપો થકી કિચડ ઉછાળે તે કેટલુ યોગ્ય છે?તેના માટે શું ઉપાય થઈ શકે છે તે જણાવવા માટે સરકાર ત્રણ સપ્તાહમાં એક સોગંદનામુ કરે અને ગાઈડ લાઈન કેટલા સમયમાં બનાવાશે તેની જાણકારી સુપ્રીમ કોર્ટને આપે.