12 માર્ચના રોજ કોંગ્રેસનો હાથ પકડનાર પાટીદાર અનામત આંદોલન સમિતિ (પાસ)ના પૂર્વ નેતા હાર્દિક પટેલે હેલીકોપ્ટરમાં તેમની સેલ્ફી અને વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા બાદ અને તેની ટીકા થયા બાદ પોતાના ટ્વીટર અકાઉન્ટ પરથી પોતાના નામ આગળ લાગેલો ‘બેરોજગાર’ શબ્દ આજે હટાવી લીધો છે. તમને જણાવી દઈએ કે હાર્દિક પટેલે ભાજપમાં ‘મે ભી ચોકીદાર’ અભિયાનના વિરોધમાં પોતાના નામ આગળ ‘બેરોજગાર’ શબ્દ લગાવી દીધો હતો પરંતુ આજે તેમના ટ્વિટર અકાઉન્ટથી આ શબ્દ હટાવી લેવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે હાર્દિક હાલમાં ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે જેના માટે તે હેલીકોપ્ટરમાં પ્રવાસ કરી રહ્યા છે જેના માટે સોશિયલ મીડિયા પર તેમની ઘણી ટીકા થઈ હતી ત્યારબાદ હાર્દિકે પોતાના નામની આગળથી ‘બેરોજગાર’ શબ્દ હટાવ્યો છે.

