PM મોદીનાં કૉંગ્રેસ પર આકરા પ્રહાર, કહ્યું- અર્થવ્યવસ્થા બગાડનારા જેલમાં, આ તો શરૂઆત છે

દેશ-વિદેશ મુખ્ય સમાચાર રાજકીય

મહારાષ્ટ્રની રાજધાની મુંબઈમાં ચૂંટણી સભા દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભ્રષ્ટાચાર, આતંકવાદ, મુંબઈ હુમલા અને આર્ટિકલ 370ને લઇને કૉંગ્રેસ સહિત વિરોધી દળો પર જોરદાર હુમલો કર્યો. પૂર્વ નાણાં મંત્રી ચિદમ્બરમ તરફ ઇશારો કરતા પીએમે કહ્યું કે, “10 વર્ષ સુધી દેશની અર્થવ્યવસ્થાને બરબાદ કરનારાઓમાંથી ઘણા લોકો જેલમાં બંધ છે. આ તો હજુ સફાઈ અભિયાનની શરૂઆત છે. આગળ વધારે ઝડપી કાર્ય થશે.”‘

ભારતમાં કૉર્પોરેટ ટેક્સને દુનિયાની અનુકૂળ બનાવી રહ્યા છીએ

પીએમ મોદીએ મુંબઈની ધરતીથી કૉંગ્રેસ અને ચિદમ્બરમ પર નિશાન સાધતા કહ્યું કે, “કૉંગ્રેસે જે સરકારો આ દેશમાં ચલાવી તેના વિચારો દેશની જનતાને કંટ્રોલ કરવાનાં રહ્યા, જનતાને સરકારો પર આશ્રિત કરવાની રહી. જ્યારે બીજેપીની રાજનીતિનાં મૂળમાં જનભાગીદારી છે, જન સશક્તિકરણ છે. અમે જ છીએ જેમણે એન્જલ ટેક્સ ખત્મ કર્યો. એક તેઓ પણ હતા જેમણે એન્જલ ટેક્સ લગાવ્યો હતો. એક અમે છીએ જે ભારતમાં કૉર્પોરેટ ટેક્સને દુનિયાની અનુકૂળ બનાવી રહ્યા છીએ. એક તેઓ પણ હતા જેમણે દુનિયાની સૌથી મોંઘી કૉર્પોરેટ ટેક્સ રિઝીમ ભારતમાં બનાવી.”