ઉત્તર કોરિયાના તાનાશાહ કિમ જોંગ ઉનના બીમાર થયાના સમાચારની વચ્ચે ચીનથી ડૉકટરની એક ટીમ કોરિયા મોકલ્યાના સમાચાર આવ્યા છે તેના લીધે અટકળો તેજ થઇ ગઇ છે. કિમ જોંગની તબિયત કેટલી ખરાબ છે તેને લઇને કોઇ જ સત્તાવાર માહિતી નથી. જો કે છેલ્લાં કેટલાંક દિવસથી એવા સમાચાર આવ્યા હતા કે કાર્ડિયોવેસ્ક્યુલેર બીમારી માટે સર્જરી બાદ તેની તબિયત વધુ બગડી ગઇ હતી.
મેડિકલ સલાહ આપવા માટે ગઇ ટીમ
મળતી માહિતી પ્રમાણે ચીને ઉત્તર કોરિયા માટે મેડિકલ એક્સપર્ટસની એક ટીમ મોકલી છે. આ ટીમ કિમ જોંગ ઉનને સલાહ આપવા માટે મોકલાઇ છે. રિપોર્ટસનું માનીએ તો કોમ્યુનિટી પાર્ટીના ઇન્ટરનેશનલ લાયઝન ડિપાર્ટમેન્ટના એક સીનિયર સભ્યના નેતૃત્વમાં પેઇચિંગથી કોરિયા માટે આ ટીમ ગઇ છે.
તબિયતને લઇ અટકળો
આની પહેલાં સાઉથ કોરિયાના એક સૂત્ર એ કહ્યું હતું કે કિમ જોંગ ઉન જીવતો છે અને ટૂંક સમયમાં જ પબ્લિકની સામે આવશે. સૂત્રોએ એમ પણ કહ્યું કે કિમ જોંગ ઉનની તબિયત સારી નથી પરંતુ તેનો મતલબ એ નથી કે તેઓ ખૂબ જ બીમાર છે કે લોકોની સામે આવવાની સ્થિતિમાં નથી. સમાચાર એવા હતા કે કિમ જોંગ ઉન સર્જરી બાદ ખૂબ જ બીમાર થઇ ગયા હરતા.
આ બોલ્યા હતા ડોનાલ્ડ ટ્રમ્પ
કિમ જોંગના બીમાર થવાના સમાચાર પર અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પણ પ્રતિક્રિયા આપી હતી. ટ્રમ્પે એ વાતની પુષ્ટિનું ખંડન કર્યું નહોતું કે કિમ જોંગ ખરેખર બીમારી છે કે નહીં. તેમણે કહ્યું હતું કે આવા રિપોર્ટસ આવી રહ્યા છે અને અમને કંઇ ખબર નથી. હું તેમના માટે પ્રાર્થના કરું છું.
આપને જણાવી દઇએ કે કિમ જોંગ પોતાના દાદાના જન્મદિવસ પર યોજાયેલા કાર્યક્રમમાં પણ 15 એપ્રિલના રોજ દેખાયા નહોતા ત્યારબાદ આ પ્રશ્નો ઉઠવા લાગ્યા હતા.

