પ્રતિબંધ હટતાં જ બોલ્યા યોગી- મારી અને હનુમાન વચ્ચે કોઈ ન આવી શકે

મુખ્ય સમાચાર રાજકીય

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી અને ભાજપના નેતા યોગી આદિત્યનાથે ચૂંટણી પંચ દ્વારા લગાવવામાં આવેલ પ્રતિબંધ ખતમ થયા બાદ હનુમાન જયંતીના દિવસે ટ્વીટ કર્યાં. ચૂંટણી પંચે તેમને લોકસભા ચૂંટણીમાં આચાર સંહિત તોડવાના દોષી ગણ્યા હતા. જે બાદ પંચે તેમના પર ત્રણ દિવસનો પ્રતિબંધ લગાવી દીધો હતો. યોગીએ પ્રતિબંધ હટતા જ પહેલા ટ્વીટમાં લોકોને હનુમાન જયંતિની શુભેચ્છા પાઠવી અને લખ્યું કે મારી અને હનુમાનજીની વચ્ચે કોઈ ન આવી શકે. આ ઉપરાંત તેમણે લખ્યું કે ચૂંટણી પંચના આદેશનું મેં સન્માન કર્યું.

યોગી આદિત્યનાથે પ્રતિબંધ હટતા જ પોતાના પહેલા ટ્વીટમાં લખ્યું કે હનુમાનજીમાં મારી અતૂટ આસ્થા છે અને સંકટમોચનમાં આ આસ્થાની વચ્ચે કોઈ ન આવી શકે, તેમનું દ્રઢ સંકલ્પિત, સમ્પિત જીવન મારા માટે પ્રેરણાસ્રોત છે.નાસૈ રોગ હરૈ સબ પીરા. જો સુમિરૈ હનુમત બલબીરા. અલુલિત ભક્તિ ઔર અપરિમિત શક્તિ કે પ્રતિ શ્રી હનુમાનજીની જંયતિ પર તમને સૌને શુભકામનાઓ.