કોંગ્રેસે ઉમેદવારો કર્યા જાહેર, દિગ્ગજોને ઉતાર્યા મેદાને

ગુજરાત મુખ્ય સમાચાર રાજકીય

છેલ્લા ઘણા સમયથી કોંગ્રેસના ઉમેદવારોને લઇને વિવિધ અટકળો ચાલી રહી હતી ત્યારે આજે કોંગ્રેસે પોતાના ઉમેદવારો જાહેર કરી અટકળો પર પૂર્ણ વિરામ લગાવી દીધો છે. કોંગ્રેસે અમરેલીથી પરેશ ધાનાણી જ્યારે ગાંધીનગરથી સી.જે ચાવડાને મેદાને ઉતાર્યા છે. આ સિવાય સુરેન્દ્રનગરથી સોમા પટેલ અને જામનગરથી મુળુભા કંડોળિયાને કોંગ્રેસે ટીકિટ આપી છે.

ભાજપ-કોંગ્રેસના ઉમેદવારો
બેઠકનું નામ ભાજપના ઉમેદવાર કોંગ્રેસના ઉમેદવાર
અમરેલી નારણ કાછડિયા પરેશ ધાનાણી
ગાંધીનગર અમિત શાહ સી.જે. ચાવડા
સુરેન્દ્રનગર મહેન્દ્ર મુંજપરા સોમા પટેલ
જામનગર પુનમ માડમ મુળુભા કંડોળિયા