રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે અમિતાભ બચ્ચનને દાદા સાહેબ ફાળકે એવોર્ડથી સન્માનિત કર્યા

દેશ-વિદેશ ફિલ્મ જગત મુખ્ય સમાચાર

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે અમિતાભ બચ્ચનને આજે (29 ડિસેમ્બર) રાષ્ટ્રપતિ ભવન ખાતે 50મા દાદા સાહેબ ફાળકે એવોર્ડથી સન્માનિત કર્યાં હતાં. 77 વર્ષીય અમિતાભને વિશ્વ સિનેમામાં આપેલા પ્રદાન બદલ આ એવોર્ડ આપવામાં આવ્યો છે. 23 ડિસેમ્બરે 66મા નેશનલ એવોર્ડનું વિતરણ થયું હતું પરંતુ તે સમયે અમિતાભ બચ્ચનની તબિયત સારી ના હોવાથી તેઓ આવી શક્યા નહોતાં. તે સમયે ઉપ-રાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુએ એવોર્ડનું વિતરણ કર્યું હતું.