સમગ્ર જિલ્લામાં મહાશિવરાત્રીના પવિત્ર દિવસે શિવાલયો હરહર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા હતા. મંદિરમાં વહેલી સવારથી જ ભાવિક ભક્તો મોટી સંખ્યામાં દર્શનાર્થે પહોંચ્યા હતા. મહાશિવરાત્રીના અવસર પર આજે સવારથી જ મંદિરોમાં માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું.
ભક્તોએ શિવલિંગ પર દૂધ, જળ, શેરડીના રસ અને બિલીપત્રનો અભિષેક કરી ધન્યતા અનુભવી હતી. મંદિરોમાં મોડીરાત્રે શિવલિંગ ઘીના કમળથી સજાવવામાં આવ્યા હતા. આ વખતે મહાદેવના પવિત્ર સોમવારે જ મહાશિવરાત્રી હોય ભાવિક ભક્તોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો.

