આતંકીઓનો સફાયો કરવા ગયા હતા કે ઝાડનો – સિદ્ધુ

દેશ-વિદેશ મુખ્ય સમાચાર રાજકીય

6 ફેબ્રુઆરીના રોજ ભારતીય વાયુસેનાએ પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં ઘૂસીને જૈશ-એ-મોહમ્મદના આતંકી ઠેકાણાઓ પર બોમ્બ ઝીંક્યા હતા. હવે આ એર સ્ટ્રાઇક મુદ્દે રાજકારણ ગરમાયું છે. એર સ્ટ્રાઇકમાં માર્યા ગયેલા આતંકીઓની સંખ્યા મામલે કોંગ્રસના નેતા નવજોત સિંહે સિદ્ધુએ સવાલ ઉભા કર્યા છે. તેમણે જણાવ્યું હતું કે, 300 આતંકીઓ મર્યા છે કે નહીં? જો નહી તો આનો અર્થ શું છે? શું તેઓ માત્ર વૃક્ષો જ ઉખાડવા ત્યાં ગયા હતા?

ઉલ્લેખનીય છે કે, રવિવારે ભાજપ અધ્યક્ષ અમિત શાહે જણાવ્યું હતું કે, વાયુસેના દ્વારા કરવામાં આવેલી એર સ્ટ્રાઇકમાં 250 આતંકીઓ માર્યા ગયા હતા. ત્યાંજ આપના વડા અને દિલ્હીના સીએમ કેજરીવાલે અમિત શાહ પર નિશાન સાધતા જણાવ્યું હતું કે, શું અમિત શાહના મતે સેના ખોટું બોલી રહી છે? સેનાએ સ્પષ્ટ રીતે જણાવ્યું હતું કે, કોઇ મર્યા ના મર્યા અથવા કેટલા મર્યા એ જણાવી શકાય નહી. શું પોતાના રાજકીય લાભ માટે અમિત શાહ અને ભાજપ સેનાને ખોટા ગણાવી રહ્યા છે? દેશને સેના પર વિશ્વાસ છે શું અમિત શાહ અને ભાજપને નથી ?