શિવ ભક્તો માટે સારા સમાચાર – મહાશિવરાત્રિએ બનાવો મોરૈયો

ગુજરાત ધર્મદર્શન

મહાશિવરાત્રિ નો દિવસ ભક્તો માટે અનેરો દિવસ હોય છે. ઉજવણી ઠેર-ઠેર ધામધૂમથી કરવામાં આવે છે. લોકો આખો દિવસ ફરાળી વાનગીઓ ખરીદવા માટે દુકાનો ની બહાર લાઈનો માં રહે છે. તો આ દિવસે ઘેર ઘેર જાત-જાતના પકવાન બનાવવામાં આવે છે. આજના દિવસે લોકો ઉપવાસ કરે છે. તો ઉપવાસમાં મોરૈયો ખાવમાં આવે છે. તો ચાલો જોઇએ કેવી રીતે બનાવાય મૌરૈયો.

સામગ્રી

1) 50 ગ્રામ – શેકેલી સીંગ
2) 2 ચમચી – તેલ
3) 2 નંગ – બટેટા
4) 120 ગ્રામ – મોરૈયો
5) 2 ચમચી – લીલા મરચા(સમારેલા)
6) 2 નંગ – લાલ મરચાં
7) 1/2 ચમચી – જીરૂ
8) 1/2 કપ – દહીં
9) સ્વાદનુસાર – મીઠું
10) 1 ચમચી – ખાંડ
11) 1 ચમચી – કોથમીર
12) 1/2 કપ – દાડમના દાણા

બનાવવાની રીત

સૌ પ્રથમ મોરૈયો બનાવવા માટે તેને ધોઇ લો અને તેમાંથી પાણી નીતારી લો. હવે તેમા 2 બટેટા છોલીને છીણીને નાખવા ત્યાર પછી શેકેલી સીંગને અધકચરી ફોંતરા નીકાળીને ખાંડી લો. ત્યાર પછી તેલેનો વઘાર કરો. તેમા જીરૂ, લીલા મરચા, લાલ મરચા ઉમેરો. હવે તમાં પાણી ઉમેરો તે પછી તેમા મીઠું ઉમેરો. હવે આ પાણી ઉકળે એટલે તેમા મોરૈયો ઉમેરો. ત્યાર પછી તેમા બટેટાની છીણ અને સીંગનો ભૂકો ઉમેરી લો. તેને બરાબર મિક્સ કરી લો. હવે તેમા સીંગનો લીલા મરચા ઉમેરો. મૌરૈયો ચઢી જાય એટલે તેમા ખાંડ અને દહીં ઉમેરીને હલાવો. તૈયાર છે ગરમા ગરમ મોરૈયો. જેને ઉપરથી કોથમીર અને દાડમના દાણા ઉમેરીને ગાર્નિશ કરો. તૈયાર છે ગરમાં ગરમ મોરૈયો.