PM નરેન્દ્ર મોદીના 55 વર્ષીય ભાભીનું નિધન, હાર્ટએટેક આવતા હોસ્પિટલમાં લીધા અંતિમ શ્વાસ

ગુજરાત મુખ્ય સમાચાર

પીએમ નરેન્દ્ર મોદીના ભાભીનું નિધન થયું હોવાના અહેવાલ મળી રહ્યા છે. પીએમ મોદીના ભાભીનું નામ ભગવતીબેન મોદી છે અને તેઓ પ્રહલાદ મોદીના પત્ની છે. આજ રોજ 55 વર્ષીય ભગવતીબેન મોદીને હાર્ટ એટેક આવતા તેઓનું નિધન થયું છે. આ વિશે પ્રહલાદ મોદીએ જણાવ્યું હતું કે, ભગવતીબેન મોદી બિમાર નહોતા, પરંતુ આજરોજ સવારે તેમને અચાનક છાતીમાં દુ:ખાવો ઉપડ્યો હતો, ત્યારબાદ તેઓને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. જ્યાં તેમનું દુ:ખદ અવસાન થયું હતું.