26મી ફેબ્રુઆરીએ જ્યારે ભારતે પીઓકેમાં સ્થિત બાલાકોટ પર એર સ્ટ્રાઇક કરી હતી તો તેના બીજા દિવસે ગભરાયેલા પાકિસ્તાને ભારતની વાયુસેનાની સરહદમાં પ્રવેશવાનો અસફળ પ્રયાસ કર્યો હતો. 27મી ફેબ્રુઆરીએ પાકિસ્તાન એર ફોર્સે ઉતાવળમાં જમ્મુ-કાશ્મીરની કેટલીક જગ્યાઓ પર બોમ્બ ફેંક્યા હતા. પરંતુ રિપોર્ટ મુજબ પાકિસ્તાન એર ફોર્સના આ બોમ્બ બ્લાસ્ટ થયા જ નથી. જ્યારે હવે આ બોમ્બ સેના, પ્રશાસન અને સામાન્ય જનતા માટે જોખમી સાબિત થઈ શકે છે. તેથી હવે ઈન્ડિયન એર ફોર્સ આ બોમ્બને સુરક્ષિત રીતે નષ્ટ કરવા જઈ રહી છે. તમને બતાવી દઈએ કે 27મી ફેબ્રુઆરીએ જમ્મુ-કાશ્મીરમાં પાકિસ્તાને F-16 લડાકૂ વિમાનથી ભારતીય વાયુસેનાના ઠેકાનાઓ પર હુમલો કરવાના અસફળ પ્રયાસ કર્યા હતા. F-16થી ફેંકવામાં આવેલ બોમ્બ બ્લાસ્ટ થયા જ નથી. એવા કેટલાક બોમ્બ સરહદની નજીક મેંઢરની બાજુંમાં રખડતાં મળ્યા છે. જ્યારે હવે સેના અને એરફોર્સની ટીમ આ બોમ્બને સુરક્ષિત તરીકે નષ્ટ કરશે એવી માહિતી મળી છે. રક્ષા મંત્રાલયના સૂત્રો મુજબ આ મિશન થોડું મુશ્કેલ છે કારણ કે પાકિસ્તાની સેના નિયંત્રણ રેખાની નજીક સતત ફાયરિંગ કરી રહી છે. એવી પરિસ્થિતિઓમાં જો વાયુસેના અને આર્મીના ઓફિસર્સ બોમ્બ બ્લાસ્ટ કરવા LoCની નજીક જાય તો તેમની સુરક્ષા જોખમમાં મુકાઈ શકે છે. તમને બતાવી દઈએ કે 14મી ફેબ્રુઆરીના રોજ જૈશ-એ-મહોમ્મદના આંતકીઓએ પુલવામામાં CRPFના કાફલા પર હુમલો કર્યો હતો જેમાં 40 જવાન શહીદ થયા હતા. આ હુમલાનો જવાબ આપતા ભારતીય વાયુસેનાએ 26મી ફેબ્રુઆરીએ પાકિસ્તાનના બાલાકોટ ખાતે આવેલ આતંકી છાવણીઓને ધ્વસ્ત કરી હતી.

