ગુજરાત કેડરના 1988 બેન્ચના આઈપીએસ અધિકારી પ્રવિણ સિન્હાને કેન્દ્ર સરકારે પ્રમોશન આપીને સીબીઆઈના એડિશનલ ડાયરેક્ટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હોવાના અહેવાલ છે. નોંધનીય છે કે 1988ની બેન્ચના આઈપીએસ પ્રવિણ સિન્હા અગાઉ દિલ્હી ડેપ્યુટેશન પર હતા અને હાલ સીબીઆઈમાં જોઇન્ટ ડાયરેક્ટર તરીકે ફરજ બજાવતા હતા.
તાજેતરમાં કેન્દ્રીય તપાસ સંસ્થા સીબીઆઇના ડાયરેક્ટર આલોક વર્મા અને સ્પેશિયલ ડાયરેક્ટર રાકેશ અસ્થાના વચ્ચે ગંભીર આક્ષેપબાજી થઇ હતી. જેમાં ગુજરાત કેડરના આઇપીએસ અધિકારી રાકેશ અસ્થાના અને એ.કે.શર્મા વચ્ચે ગ્રજગાહ થયો હતો. વર્મા અને આસ્થાના વચ્ચે ઉગ્ર આક્ષેપબાજી થતા આસ્થાના સામે સીબીઆઈમાં જ ભ્રષ્ટાચારનો ગુનો નોંધાયો હતો. ઉહાપોહ મચતા આ બાબતની કેન્દ્ર સરકારે ગંભીર નોંધ લઇને ગુજરાત કેડરના બન્ને આઈપીએસ અધિકારીઓને તાબડતોડ ખસેડી પરિણામે મહત્વની પોસ્ટ પર જગ્યાઓ ખાલી પડી હતી. તેવામાં જ સીબીઆઈના ડાયરેક્ટર આલોક વર્માને અન્ય જગ્યાએ બદલી કરી હતી.

