દિવાળીમાં કોઝવે ખુલ્લો મુકવા માટે સાફ કરાવ્યો ત્યાં ફરી પાછો ઓવરફલો

ગુજરાત મુખ્ય સમાચાર

આ વખતે ભારે વરસાદના કારણે છેલ્લા ઘણાં સમયથી બંધ રાંદેર- કતારગામને જોડતો વિયર કમ કોઝવને દિવાળીમાં ખુલ્લો મુકવાનો હતો જેના પગલે સુરત મહાનગરપાલિકા દ્વાર છેલ્લા અઠવાડિયાથી તેની સાફસફાઈનું કામ ચાલતું હતું. પરંતુ આ બધી જ મહેનત પર પાણી ફરી વળ્યું છે. કેમકે ઉકાઈમાંથી છોડાયેલા પાણીના કારણે કોઝવે અત્યારે ઓવરફલો થઈ ગયો છે.
મોટાભાગે તો ધનતેરસ કે દિવાળીના દિવસથી પાલિકા લોકોની રાહત માટે વિયર કમ કોઝવેને ખુલ્લો મુકવાનું વિચારી રહી હતી. કેમકે કોઝવે બંધ હોવાથી રાંદરે અને કતારગામ બંને તરફના લોકોને બહુ લાંબુ અંતર કાપવું પડે છે. તા. 28મીથી જુલાઈથી કોઝવે બંધ છે, જે ખોલવા માટેની તમામ કવાયત પર ઉકાઈમાંથી છોડવામાં આવેલા પાણીના કારણે પાણી ફરી વળ્યુ હતું. હાલ કોઝવે 6.40 મીટર પર વહી રહ્યો છે.