રાજનાથ સિંહે કહ્યું કે જો કોંગ્રેસ જાણવા માંગતી હોય કે કેટલા આતંકવાદી માર્યા ગયાં તો તે પાકિસ્તાન જઇને મૃતદેહો ગણી શકે છે.

મુખ્ય સમાચાર રાજકીય

રાજનાથ સિંહે દાવો કર્યો કે NTROએ જણાવ્યું છે કે ભારતીય વાયુસેનાના હવાઇ હુમલાની બરાબર પહેલા એ સ્થળે લગભગ 300 મોબાઇલ ફોન સક્રિય હતાં. વિપક્ષ પર હવાઇ હુમલાને લઇને રાજકારણ કરવાનો આરોપ મૂકતા રાજનાથ સિંહે કહ્યું કે જો કોંગ્રેસ જાણવા માંગતી હોય કે કેટલા આતંકવાદી માર્યા ગયાં તો તે પાકિસ્તાન જઇને મૃતદેહો ગણી શકે છે. પાકિસ્તાનની જમીન પર ભારતીય વાયુસેનાએ કરેલી એર સ્ટ્રાઇકમાં માર્યા ગયેલાં આતંકવાદીઓને લઇને સરકાર અને વિપક્ષ વચ્ચે દલીલબાજી ચાલી રહી છે. પાકિસ્તાનના બાલાકોટમાં જૈશ-એ-મોહમ્મદના આતંકવાદી ઠેકાણા પર થયેલી એર સ્ટ્રાઇકમાં કહેવામાં આવી રહ્યું છે કે 300 આતંકવાદીઓ માર્યા ગતાં. પરંતુ હજુ સુધી આ અંગે પુરાવા મળ્યા નથી. હુમલામાં માર્યા ગયેલા આતંકવાદીઓની સંખ્યાને લઇને વિપક્ષો સરકારને સવાલ કરી રહ્યાં છે ત્યારે સરકાર તેનો બચાવ કરી રહેલી જણાય છે. આ અંગે ગૃહ મંત્રી રાજનાથ સિંહે કહ્યું કે પાકિસ્તાનના બાલાકોટમાં જૈશ-એ-મોહમ્મદના ટ્રેનિગ કેમ્પ પર ભારતીય વાયુસેનાના હુમલામાં મરેલા આતંકવાદીઓની સંખ્યા આજે નહીં તો કાલે બધાંને ખબર પડી જ જશે. એ સાથે જ તેમણે વિપક્ષ પર હુમલો કરતા કહ્યું કે બાલાકોટમાં 300 મોબાઇલ ફોન સક્રિય હતાં, તો આ મોબાઇલ ફોન ત્યાંના વૃક્ષો વાપરી રહ્યાં હતાં?