અમેરિકાએ પાકિસ્તાની નાગરિકોને મળનારા વિઝાની સમય મર્યાદા ઘટાડી દીધી હોવાથી પાકિસ્તાનને એક મોટો ફટકો પડ્યો છે. અમેરિકન એમ્બસીના પ્રવક્તાના હવાલા દ્વારા કહી શકાય કે અમેરિકાએ પાકિસ્તાની નાગરિકો માટે વિઝાની સમય મર્યાદા પાંચ વર્ષથી ઘટાડીને ત્રણ મહિનાનો કરી દીધી છે.
આતંકવાદને લઈને પાકિસ્તાન વૈશ્વિક સ્તર પર દુનિયાથી અલગ પડી ગયેલું જોવા મળે છે. તેથી જ આતંકવાદને પ્રોત્સાહન આપનારા પાકિસ્તાનને ફરી એક વખત ફટકો પડ્યો છે. અમેરિકાની ડોનાલ્ડ ટ્રમ્પ સરકારે નિર્ણય કર્યો છે કે, તેઓ પાકિસ્તાનના નાગરિકોને ત્રણ મહીના કરતા વધારે સમય માટેના વિઝા નહીં આપે. ઉલ્લેખનીય છે કે, અત્યારસુધી પાકિસ્તાનના નાગરિકોને અમેરિકા તરફથી પાંચ વર્ષ સુધીના વિઝા આપવામાં આવતા હતા. અમેરિકાએ પાકિસ્તાનને આતંકવાદી સંગઠનો અને આતંકવાદી પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવાની બાબતે ચેતવણી પણ આપી હતી. અમેરિકાએ પુલવામામાં ઘટેલી દુર્ઘટના બાદ પાકિસ્તાનની જમીન પર થયેલ એર સ્ટ્રાઈક પર પણ ભારતનો સાથ આપ્યો હતો. તેમજ જૈશના આતંકી કેમ્પ પર ભારતીય વાયુસેનાની કાર્યવાહીને કાયદેસરની ગણાવી હતી.

