અમૂલના ચેરમેન અને વાઇસ ચેરમેન પદ માટે ચૂંટણી યોજાશે. જેમાં 17 સભ્યો ચેરમેન અને વાઇસ ચેરમેન નક્કી કરશે. ચેરમેન પદ માટે રામસિંહ પરમાર અને રાજેન્દ્રસિંહ પરમાર વચ્ચે ખેંચતાણ છે.
અમૂલ ડેરીની વાત કરવામાં આવે તો આણંદ, ખેડા, મહિસાગર જિલ્લાના લાખો પશુપાલકો આ સંસ્થા પર નિર્ભર કરે છે. દર પાંચ વર્ષે ડિરેક્ટર પદ માટે અહીં ચૂંટણી યોજાય છે. અમૂલમાં નિયામક મંડળના કુલ 13 સભ્યો માટે ચૂંટણી યોજાય છે. આ સિવાય ખેડા જિલ્લા મધ્યસ્થ સહકારી બેન્કના એક સભ્ય તેમજ 2 સભ્યો ફેડરેશનના તેમજ 1 સભ્ય જિલ્લા રજિસ્ટર એમ મળી કુલ 17 સભ્યો ચેરમેન અને વાઇસચેરમેન ચૂંટાતા હોય છે.
મહત્ત્વની વાત એ છે કે, અમૂલમાં અત્યાર સુધી કોંગ્રેસ પ્રેરિત સભ્યોનો દબદબો હતો જેના કારણે કોંગ્રેસ જ અમૂલનું સંચાલન કરતી હતી, પરંતુ ગત વિધાનસભાની ચૂંટણીમાં અમૂલના ચેરમેન રામસિંહ પરમાર ભાજપમાં જોડાઇ જતા અમૂલ બે ભાગમાં વેચાઇ ગઇ છે. જેમાં ચેરમેન ભાજપના અને વાઇસ ચેરમેન કોંગ્રેસના એમ બે ભાગ થઇ ગયા છે. જેમાં તો ખેડા, બાલાસિનોર, સેવાલીયા અને ઠાસરા વિસ્તારમાં રામસિંહ પરમારનું પ્રભુત્વ છે જ્યારે જ્યારે આણંદ જિલ્લામાં રાજેન્દ્રસિંહનું પરમાર પ્રભુત્વ છે.

