દોઢેક દાયકાના ગાળા પછી ચીને પહેલી વાર મિલિટરી અંગે 52 પાનાનું ‘વ્હાઈટ પેપર (સરકારી માહિતીનો દસ્તાવેજ)’ રજૂ કર્યું હતું. આ પેપર દ્વારા ચીને પોતાના લશ્કરી મનસૂબા સ્પષ્ટ કર્યાં હતા. ‘ચાઈનાસ નેશનલ ડિફેન્સ ઈન ન્યુ એરા’ નામના આ દસ્તાવેજમાં મુખ્ય ટાર્ગેટ અમેરિકાને કરવામાં આવ્યું છે. અમેરિકા ઉપરાંત તાઈવાન પણ ચીનના રેડારમાં હોવાનું સ્પષ્ટ જણાઈ આવે છે.
બીજી મહત્ત્વની વાત એ પેપરમાં જોવા મળે છે કે પાંચ વર્ષમાં ચીનનો લશ્કર પાછળનો ખર્ચ 1459 ટકા જેટલા તોતીંગ દરે વધ્યો છે. 2012માં ચીનનું લશ્કરી બજેટ 669.192 અબજ યુઆન (અંદાજે 6719.02 અબજ રપિયા) હતું, જે 2017માં વધીને 10,432.37 અબજ યુઆન (104746.21 અબજ રપિયા) થયું હતું.
ચીનની ‘પિપલ્સ લિબરેશન આર્મી (પીએએલ)’ એ જગતનું સૌથી મોટું લશ્કર છે. તેના વિશે ચીન બહુ ઓછી માહિતી જાહેર કરે છે. પરંતુ આ વ્હાઈટ પેપર દ્વારા જગતને પીએએલ વિશે કેટલીક જાણકારી મળી હતી. આ દસ્તાવેજનો મુખ્ય સાર એ છે કે આંતતરરાષ્ટ્રીય સ્તરે સ્ટ્રેટેજિક કમ્પિટિશન વધતી જાય છે.
બીજી તરફ અમેરિકાનો લશ્કરી વ્યાપ અને પ્રભાવ દુનિયા પર વધારે આક્રમકતાથી પ્રસરી રહ્યો છે. એ સંજોગોમાં આગળ જતાં વૈશ્વિક શાંતિનું સંતુલન ખોરવાઈ શકે છે. એવુ ન થાય એટલા (અમેરિકાને માપમાં રાખવા) માટે ચીને પણ લશ્કરનું આધુનિકીકરણ કરવું જરરી છે. ચીનને અમેરિકા ઉપરાંત પડોશમાંથી પડકાર આપે એવો દેશ તાઈવાન છે.
તાઈવાનને ચીન પોતાનો ભાગ ગણે છે, તાઈવાન પોતાને ચીનનો ભાગ ગણતું નથી. દક્ષિણ ચીની સમુદ્રમાં પણ ચીન સતત પગપેસારો કરી રહ્યું છે. એ પગપેસારામાં અમેરિકા, તાઈવાન, જાપાન જેવા દેશો નડતરરપ સાબિત થઈ રહ્યા છે. માટે ચીને આ બધા દેશોને ધ્યાનમાં રાખીને લશ્કર પર અસાધારણ ખર્ચ કરવાની અને લશ્કરનું મોર્ડનાઈઝેશન કરવાની જરર પર ભાર આપ્યો છે.

