લોકસભામાં તીન તલાક બીલ પર ચર્ચા દરમિયાન સમાજવાદી પાર્ટીના સાંસદ આઝમ ખાનના એક નિવેદનથી લોકસભામાં ભારે હોબાળો થયો. આઝમ ખાને સ્પીકરની સીટ પર બેસેલા સાંસદ રમા દેવી માટે કહ્યું કે, તમે ખુબ પ્રેમાળ છો, તમારી આંખોમાં જોઇને હું બોલતો રહું. જેના પર ભાજપના સભ્યોએ હોબાળો કરી દીધો અને કહ્યું કે, આ માટે તેમણે માફી માંગવી જોઇએ.
આઝમ ખાનના નિવેદન પર કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે કહ્યું કે, તેમને પોતાના નિવેદન પર માફી માંગવી જોઇએ. તેના પર આઝમ ખાને કહ્યું કે, તેઓ મારા બહેન જેવા છે, માફી કંઇ વાતની માંગવી જોઇએ. આઝમ ખાને ત્યાં સુધી કહી દીધું કે, જો મારું નિવેદન મહિલા વિરોધી છો, અથવા તેમાં કંઇ ખોટું છે તો હું અત્યારે જ લોકસભાના સભ્ય પદથી રાજીનામું આપવા તૈયાર છું. તેના પર આઝમ ખાને કહ્યું કે, તેઓ મારા બહેન જેવા છે, માફી કંઇ વાતની માંગવી જોઇએ. આઝમ ખાને ત્યાં સુધી કહી દીધું કે, જો મારું નિવેદન મહિલા વિરોધી છો, અથવા તેમાં કંઇ ખોટું છે તો હું અત્યારે જ લોકસભાના સભ્ય પદથી રાજીનામું આપવા તૈયાર છું.
જ્યારે સમાજવાદી પાર્ટીના સાંસદના અખિલેશ યાદવ આઝમ ખાનના સમર્થનમાં આવીને કહ્યું કે, તેમણે ચેયર માટે કંઇ અપમાનજનક કહ્યું નથી. આ લોકો કારણ વગર આંગળીઓ ઉઠાવી રહ્યાં છે. અખિલેશ યાદવે સ્પીકર ઓમ બિરલાને કહ્યું કે, જો આઝમ ખાનના શબ્દો અસંસદિય હોય તો તમે રેકોર્ડમાંથી કાઢી નાખો. સ્પીકરે આ વાત પર કહ્યું કે, સભ્યોએ સદનની મર્યાદાનું ધ્યાન રાખવું જોઇએ. એકવાર કંઇક કહી દેવામાં આવે તો તેઓ પબ્લિકમાં ચાલ્યો જાય છે.
આઝમ ખાને પોતાની સ્પષ્ટતામાં કહ્યું કે, મેં તો પ્યારી બહેન કહ્યું હતું. શું મે કંઇ ખોટું કીધું છે, તમે રેકોર્ક ચેક કરી લો, જો કોઇ શબ્દ ખોટો કહ્યો હોય તો અત્યારે જ સદનમાંથી રાજીનામું આપવા તૈયાર છું. આવી રીતે અપમાનિત થઇને બોલવાનો કોઇ ફાયદો નથી અને પછી તેઓ ગૃહની બહાર ચાલ્યા ગયા.