સોનિયા અને શરદ પવારે સત્તા માટે સોદાબાજી કરી:અમિત શાહ

મુખ્ય સમાચાર રાજકીય

મહારાષ્ટ્રમાં શિવસેના, NCP અને કોંગ્રેસનાં ‘મહા અઘાડી વિકાસ ગઠબંધન’ દ્વારા બનવા જઇ રહેલી સરકાર પર ગૃહ પ્રધાન અને ભારતીય જનતા પાર્ટીનાં રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહએ સવાલ ઉઠાવ્યા છે.

અમિત શાહે કોંગ્રસનાં વચગાળાનાં અધ્યક્ષ સોનિયા ગાંધી અને NCP પ્રમુખ શરદ પવાર પર આરોપ લગાવ્યો છે કે આ બંનેએ મહારાષ્ટ્રમાં સરકાર બનાવવા માટે સોદાબાજી કરી છે.

તેમણે આરોપ લગાવ્યો કે 56 બેઠકો મેળવનારી શિવસેનાને મુખ્ય પ્રધાન પર આપીને તેમનું સમર્થન મેળવ્યું છે.શાહે કહ્યું કે આ રાજનૈતિક શોદાબાજી નથી તો બીજુ શું છે.  

અમિત શાહ આટલાથી જ ના અટક્યા તેમણે કહ્યું કે, શિવસેના અને ભાજપ કરીને ચુંટણી લડ્યા હતાં. મહારાષ્ટ્રની જનતા સરકારે બંને પાર્ટીઓને સમર્થન આપ્યું હતું. પરંતું જ્યારે સરકાર બનાવવાનો વારો આવ્યો તો તેમણે ગઠબંધન તોડી નાખ્યું અને અલગ જ વિચારધારાવાળી પાર્ટી સાથે મિલાવી લીધો.

જ્યારે અજીત પવારે ભાજપને સમર્થન આપ્યું તો લોકો તેના પર હોયતૌબા મચાવવા લાગ્યા. જ્યારે અસલી અનૈતિક ફેંસલો તો શિવસેનાએ કર્યો છે. જેના પર  કોઇ સવાલ ઉઠાવી રહ્યું નથી. મહારાષ્ટ્રની જનતા આ સમજી રહી છે.

મહારાષ્ટ્રમાં બીજેપીનું ‘ઓપરેશન કમળ’ નિષ્ફળ

મહારાષ્ટ્રમાં રાતોરાત રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી(NCP) નેતા અજીત પવાર સાથે સોદાબાજી કરીને ભાજપે સરકાર તો બનાવી લીધી પરંતું શક્તિ-પરીક્ષણ(ફલોર ટેસ્ટ)નાં પહેલા જ મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસ અને ઉપ મુખ્યપ્રધાન અજીત પવાર મેદાન છોડીને  ભાગી ગયા.