ફ્રાન્સે પોતાની પહેલી ન્યુક્લિયર એટેક સબમરીન સફરેનને કરી લોન્ચ

મુખ્ય સમાચાર

ફ્રેન્ચ નેવીને સફરેનના સ્વરૂપમાં નવી સબમરીન મળી છે. ફ્રાંસના પ્રમુખ એમિનેલ મેક્રોન દ્વારા શુક્રવારે બારાકુડા વર્ગની પ્રથમ પરમાણુ હુમલા વાળી સબમરીન સફરેનને લોન્ચ કરી છે. ફ્રાન્સની નૌકાદળને ‘સફરેન’ સ્વરૂપમાં સબમરીન મળી છે.. ફ્રાન્સના પ્રમુખ એમેન્યુઅલ મેક્રોએ શુક્રવાર એટેક સબમરીનને લોન્ચ કરી હતી. એમન્યુઅલ મેક્રોન ફ્રાંસના ચેરબર્ગ પોર્ટમાં સબમરીનનું અનાવરણ કર્યું.

ચાર એસએસએન રૂબી સબમરીનને બદલવા માટે બારાક્યુડા વર્ગની રજૂઆત કરવામાં આવી છે.બારાકુડાના છ કાર્યક્રમોની શ્રેણીમાં ‘સફરન’ પ્રથમ છે.

કુલ ખર્ચ 9 બિલિયન યુરો છે. વર્ષ 2025 સુધીમાં, ત્રણ અન્ય સમાન સબમરીન દેશને સોંપવામાં આવશે. બારાક્યુડા-ક્લાસ એ ન્યુક્લિયર એટેક સબમરીન (એસએસએન) છે, જે ફ્રેન્ચ જહાજ નિર્માતા નેવલ જૂથ દ્વારા ડિઝાઇન કરવામાં આવી છે. તે અગાઉ ડીસીએનએસ અને ડીસીએન તરીકે ઓળખાતું હતું.