ભારત પ્રવાસ માટે ઓસ્ટ્રેલિયન ટીમની જાહેરાત

ખેલ-જગત મુખ્ય સમાચાર

ઓસ્ટ્રેલિયાએ 24 ફેબ્રુઆરીથી શરૂ થનારા પ્રવાસ માટે પોતાની ટીમની જાહેરાત કરી છે. મર્યાદિત ઓવરની આ શ્રેણીમાંથી મિશેલ સ્ટાર્ક અને મિશેલ માર્શ બન્ને બહાર કરાયા છે, જ્યારે કેપ્ટનપદે એરોન ફિન્ચ યથાવત રાખવામાં આવ્યો છે. ઈજાને કારણે 29 વર્ષીય સ્ટાર ફાસ્ટ બોલર સ્ટાર્કને આ પ્રવાસથી પડતો મુકાયો છે જ્યારે ઓલરાઉન્ડર મિશેલ માર્શને ટીમમાં સ્થાન જ મળ્યું નથી. સ્ટાર્કને શ્રીલંકા સામે કેનબેરામાં રમાયેલી દ્વિતિય ટેસ્ટના અંતિમ દિવસે બોલિંગ કરતાં સમયે ઈજા પહોંચી હતી. 27 વર્ષના ફાસ્ટ બોલર કેન રિચર્ડસને જૂન 2018 પછી ટીમમાં રી-એન્ટ્રી કરી છે. બિગ બૈશ લીગ 2018-19માં અત્યાર સુધી સર્વાધિક 22 વિકેટ લેવા બદલ તેને આ ઈમાન મળ્યું છે. મિશેલ માર્શ ઉપરાંત પીટર સિડલ અને બિલી સ્ટેનલેકને પણ ટીમમાંથી પડતા મુકવામાં આવ્યા છે. જેઓ પાછલા મહિને ઓસ્ટ્રેલિયામાં ભારત સામેની મેચમાં ટીમમાં સામેલ હતા. file pic