26 વર્ષ જૂની જેટએરવેઝને બીજી વખત આર્થિક સંકટમાંથી પસાર થવું પડી રહ્યું છે. આ વખતે ફાઉન્ડર અને ચેરમેન નરેશ ગોયલ અને તેમની પત્ની અનીતા ગોયલે એરલાઈનના બોર્ડમાંથી રાજીનામું આપ્યું છે. અગાઉ 2013માં આર્થિક સંકટના સમયે જેટને અબૂ ધાબીની એતિહાદ એરવેઝને 24 ટકા શેર વેચવા પડ્યા હતા. ભાસ્કર પ્લસ એપે એવિએશન એક્સપર્ટ હર્ષવર્ધન અને એવિએશન ડિપાર્ટમેન્ટના પૂર્વ સચિવ સનત કૌલ સાથે વાતચીત કરીને જેટના હાલના સંકટનું કારણ જાણવાની કોશિશ કરી. જેમાં મુખ્ય કારણ ડોમેસ્ટિક સ્પર્ધા છે. જેટ એરવેઝ 2013માં પણ પ્રતિસ્પર્ધાને કારણે સંકટમાં ફસાઈ હતી. જેટ એરવેઝ કિંગફિશર બંધ થવાનો ફાયદો ઉઠાવી શકયું ન હતું. આ કારણો જાણવા મળ્યા હતા.
