ગુજરાતમાં ભૂજ 42 ડિગ્રી સાથે દેશનું સૌથી ગરમ શહેર

ગુજરાત મુખ્ય સમાચાર

અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં છેલ્લા બે-ત્રણ દિવસથી ગરમીના પ્રમાણમાં ઝડપથી વધારો થઈ રહ્યો છે. હવામાન વિભાગ દ્વારા 48 કલાકમાં હિટવેવની આગાહી કરવામાં આવી છે. હવામાન ખાતાના જણાવ્યાં પ્રમાણે, સૌરાષ્ટ્ર-કચ્છ, પોરબંદર, ગીર સોમનાથ, સુરેન્દ્ર નગર, ભાવનગર સહિતના વિસ્તારમાં હિટવેવની અસર જોવા મળશે. હવામાન વિભાગના ગત 3 દિવસના આંકડા અનુસાર દેશમાં સૌથી વધુ ગરમી ગુજરાતમાં પડી રહી છે. આજના ગરમીના આકંડા પર નજર કરીએ તો આજે ભૂજ 42 ડિગ્રી સાથે દેશનું અને રાજ્યનું સૌથી ગરમ શહેર બની ગયુ છે. જ્યારે રાજકોટ અને કંડલામાં તાપમાન 41 ડિગ્રી નોંધાયું છે.