સુરત પુણા પોલીસ મથકમાં ફરજ બજાવતા પોલીસ સબ-ઇન્સ્પેક્ટર 20 હજારની લાંચ લેતા ઝડપાયો. સુરત પુણા વિસ્તારમાં એક યુવાનની કાર ચોરાતા પોલીસ ફરિયાદ કરી હતી. જેની તપાસ પ્રોબેશનર પોસઈ ઋત્વિક મંગાભાઈ વાળા કરતા હતા. દરમિયાન આ કાર કામરેજ વિસ્તારમાંથી બિનવારસી હાલતમાં મળી આવતા કારનો કબજો મેળવવા માટે કોર્ટમાં અરજી કરી. એ અરજીમાં પોલીસનો અભિપ્રાય અનિવાર્ય હોય છે. આ અભિપ્રાય આપવાના બદલામાં પ્રોબેશનર પોસઈ વાળાએ રૂ. 30 હજારની માગણી કરી હતી. ફરિયાદી આ રકમઆપવાનું ઇચ્છતા ન હોવાથી તેમણે એન્ટી-કરપ્સન બ્યુરોનોસંપર્ક કર્યો હતો. ફરિયાદીએ પ્રોબેશનર પોસઈ વાળા સાથે થયેલી વાત રેકોર્ડ કરી હોવાની માહિતી એસીબીને આપી હતી. આ મામલો એસીબીના પોઈ બી.જે. સરવૈયાએ લાંચનું છટકું ગોઠવ્યું. જેમાં પોસઇ વાળા વતી લાંચની 20 હજારની રકમ સ્વીકારતો રિક્ષાવાળો સંતોષ રામચંદ્ર જયસ્વાલ સહિત પોસઈ ઋત્વિક મંગાભાઈ વાળાને પકડી પડ્યો હતો
