બેન્કિંગ, રેલવે સહિત અનેક ક્ષેત્રોમાં થયા ધરખમ ફેરફારો, તમારા ખિસ્સા પર પડશે સીધી અસર

દેશ-વિદેશ મુખ્ય સમાચાર

2020નું નવું વર્ષ અનેક આશા અને અરમાનો લઇને આવ્યું છે. ત્યારે નવા વર્ષે સામાન્ય લોકોની રોજબરોજની જિંદગી સાથે સંકળાયેલા અનેક નવા નિયમો લાગુ થઇ રહ્યા છે તો અનેક નિયમોમાં ફેરફાર થઇ રહ્યો છે. નવા વર્ષમાં બેન્કિંગ, વીમો તેમજ રેલવે સહિત એવા અનેક ક્ષેત્રો છે કે જેમાં ધરખમ ફેરફારો થઇ રહ્યા છે. આ ફેરફારોની સીધી જ અસર તમારા ખિસ્સા પર પણ પડશે.

શું થશે ફેરફારો?

નવા વર્ષે પ્રોવિડન્ટ ફંડના નિયમો બદલાઇ રહ્યા છે. હવેથી જે કંપની 10 કર્મચારીઓ ધરાવતી હશે તે પણ પીએફના દાયરામાં આવશે. તો કર્મચારી જાતે પીએફનો ફાળો નક્કી કરી શકશે. બીજી તરફ સોના-ચાંદીના દાગીના પર હોલમાર્કિંગ હવે ફરજિયાત હશે.

આમ તો જ્વેલરી પર હોલમાર્કિંગના નિયમો વર્ષ 2000થી લાગુ છે. પરંતુ હોલમાર્કિંગ ફરજિયાત નહોતું. તેથી હવે સોનાના ભાવ પણ વધી શકે છે. તો 15 જાન્યુઆરીથી વાહનો પર ફાસ્ટેગ પણ ફરજીયાત બનશે. 15 જાન્યુઆરી પછી નેશનલ હાઇવે પરથી પસાર થનારી ગાડીઓમાં ફાસ્ટેગ ફરજિયાત હશે. ફાસ્ટેગ નહીં હોય તો ડબલ ટોલ ભરવાનો થશે.

નવા વર્ષથી નવા નિયમો લાગુ

PF

– 10 કર્મચારીઓ ધરાવતી કંપની પણ PFના દાયરામાં

– કર્મચારીઓ જાતે PFનો ફાળો નક્કી કરી શકશે

જ્વેલરી

સોના-ચાંદીના દાગીના પર હોલમાર્કિંગ ફરજીયાત

ગ્રામીણ વિસ્તારોમાં 1 વર્ષની છૂટ

હોલમાર્કિંગ ફરજીયાત બનવાથી સોનાના ભાવ વધી શકે છે

પાન-આધાર લિંક

– પાન કાર્ડને આધાર સાથે લિંક કરવાની મુદત વધી

– માર્ચ, 2020 સુધી પાનને આધાર સાથે લિંક કરી શકાશે

SBI

– SBIએ રેપોરેટ સાથે સંબંધિત લોનનો વ્યાજ દર 0.25 ટકા ઘટાડ્યો

– નવા દરનો લાભ જૂના ગ્રાહકોને પણ મળશે

– ઓઊશમાંથી 10 હજારથી વધુના ઉપાડ અંગે નિયમો બદલાયા

– રાત્રે 8 થી સવારે 8 સુધી ઉપાડવા માટે OTP જરૂરી

ડેબિટ કાર્ડ

– નવા વર્ષમાં ઇલેકટ્રોનિક ચીપવાળા જ ડેબિટ કાર્ડ માન્ય

– જૂના ડેબિટ કાર્ડથી રોકડ ઉપાડી શકાશે નહીં

ફાસ્ટેગ

– 15 જાન્યુઆરીથી વાહનોમાં ફાસ્ટેગ જરૂરી

– ફાસ્ટેગ નહીં હોય તો બમણો ટોલટેક્સ ચૂકવવો પડશે