ભારતીય વિમાનો માટે એરસ્પેસ બંધ કરવાથી ભીખારી પાકિસ્તાનને 700 કરોડનુ નુકસાન

દેશ-વિદેશ મુખ્ય સમાચાર

બાલાકોટ એર સ્ટ્રાઈક બાદ ભારત માટે પોતાની એરસ્પેસ બંધ કરી દેનાર પાકિસ્તાનને તેના કારણે અત્યાર સુધીમાં 10 કરોડ ડોલર એટલે કે 700 કરોડ રૂપિયાનુ નુકસાન થયુ છે. આમ છતા ભીખારી પાકિસ્તાન પોતાની અકડ છોડવા માટે તૈયાર નથી.

પાકિસ્તાને બે દિવસ પહેલા જ કહ્યુ હતુ કે, ભારત પોતાના સરહદ નજીકના એરબેઝ પર તૈનાત ફાઈટર જેટ નહી હટાવે ત્યાં સુધી ભારતીય વિમાનોને પાકની હવાઈ સીમામાં એન્ટ્રી નહી મળે.

એરસ્પેસ બંધ થવાથી ભારતીય એરલાઈનો માટે રૂટ લાંબો થઈ ગયો છે, અને તેમને નુકસાન થઈ રહ્યુ છે પણ તેની સામે પાકિસ્તાનને પણ કરોડો રૂપિયાનો ફટકો વાગી રહ્યો છે.

દરેક દેશ પોતાની એરસ્પેસમાંથી વિમાનોને અવર જવર કરવા દેવા માટે ચોક્કસ રકમ લે છે. જેમ કે પાકિસ્તાન એક બોઈંગ-737 માટે 40,000 રૂપિયા ચાર્જ કરે છે. અમેરિકા દરેક 100 નોટિકલ માઈલ દીઠ 1,800 રૂપિયા વસુલ કરે છે.

ભારતમાં આંતરાષ્ટ્રિય ફ્લાઈટ પાસે ભારતના આકાશમાંથી પસાર થવાની ફી વિમાનોનુ અંતર, વજન અને ભારતમાં લેન્ડિંગ જેવી બાબતો પર નક્કી થાય છે. કેનેડા પણ આ જ ફોર્મ્યુલા અપનાવીને ફી નક્કી કરે છે.