ભારતીય બોલરોના તરખાટ સામે વેસ્ટઇન્ડિઝ પરાસ્ત, ભારતની 125 રને જીત

ખેલ-જગત મુખ્ય સમાચાર

ભારતીય ટીમે ઓલ્ડ ટ્રૈફર્ડ મેદાન પર વેસ્ટ ઇન્ડિઝ સામેની વર્લ્ડ કપની મેચમાં ભારતે વેસ્ટ ઇન્ડિઝને 125 રનથી હરાવ્યુ. આ સાથે જ ભારતીય ટીમ પોઇન્ટ ટેબલમાં 11 પોઇન્ટ સાથે બીજા સ્થાને પહોંચી ગઇ છે. આ સાથે જ ભારતીય ટીમે વર્લ્ડ કપમાં પોતાનો અજેય સીલસિલો જાળવી રાખતા સેમીફાઇનલમાં જગ્યા બનાવવા માટે મજબૂતીથી આગળ વધી છે.

વેસ્ટ ઇન્ડીઝ સામે પહેલા બેટિંગમાં ઉતરેલી ટીમ ઇન્ડિયાએ 50 ઓવરમાં 7 વિકેટના નુંકસાન પર 268 રન કર્યા, જ્યારે 269 લક્ષ્યને સાધવા ઉતરેલી વેસ્ટ ઇન્ડિઝની ટીમની શરૂઆત ખરાબ રહી. વેસ્ટ ઇન્ડિઝની ટીમે 34.2 ઓવરમાં જ 143 રન બનાવી ઓલઆઉટ થઇ ગઇ.

ભારત તરફથી મહમ્મદ શમીએ સૌથી વધારે 4 વિકેટ ઝડપી. જ્યારે બુમરાહ અને ચહલે 1-1 વિકેટ તેમજ પંડ્યા અને કુલદીપ યાદવે 1-1 વિકેટ ઝડપી છે. ભારતીય બોલરો સામે વેસ્ટ ઇન્ડિઝના બેટ્સમેનો ધ્વંસ થતા જોવા મળ્યા. વેસ્ટ ઇન્ડિઝ તરફથી સુનિલ એમ્બ્રિશે 31, પૂરને 28 રન કર્યા સિવાના કોઇ પણ ખેલાડી 20 રનને પાર કરી શક્યા નહોતા. જ્યારે વેસ્ટ ઇન્ડિઝનાં વિસ્ફોટક બેટ્સમેન ક્રિસ ગેઇલ 19 બોલમાં 6 રન બનાવી આઉટ થયા હતા.

આ અગાઉ ભારતે વેસ્ટ ઇન્ડિઝને જીત માટે 269 રનનો ટાર્ગેટ આપ્યો હતો. ટોસ જીતીને ભારતે બેટિંગ પસંદ કરી હતી અને વિરાટ કોહલી, હાર્દિક પંડ્યા અને ધોનીની શાનદાર બેટિંગની મદદથી 50 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 268 રન બનાવ્યા.

ભારત તરફથી વિરાટ કોહલીએ 72, ધોનીએ 56, લોકેશ રાહુલ 48, હાર્દિક પંડ્યા 46, રોહિત શર્માએ 18 રન બનાવ્યા. જ્યારે વેસ્ટ ઇન્ડિઝ તરફથી કેમર રોચે 3 અને શેલ્ડર તથા જોસને 2-2 વિકેટ ઝડપી. આ મેચમાં રોહિત શર્મા મોટી ઇનિંગ રમી શક્યા નહી અને 18 રનના સ્કોરમાં આઉટ થયા. આ ટૂર્નામેન્ટમાં ભારત હજી સુધી એક પણ મેચ હાર્યુ નથી ત્યારે આ સિલસીલો જળવાઇ રહે તેવા ભારતીય ટીમ ઇચ્છશે.