જાપાનમાં વડાપ્રધાન મોદીના ભાષણ બાદ લાગ્યા ‘જય શ્રી રામ’ અને ‘વંદે માતરમ’ના નારા

દેશ-વિદેશ મુખ્ય સમાચાર

વડાપ્રધાન નરેન્દ્ર મોદી G20 શિખર સમ્મેલનમાં ભાગ લેવા માટે જાપાન પહોંચ્યા છે. અહીં વડાપ્રધાન મોદીએ ભારતીય સમુદાયના લોકોને તેમણે સંબોધિત કર્યાં. તેમણે કહ્યું કે, હું તમારા આ પ્રેમ માટે ખૂબ આભારી છું. વડાપ્રધાન મોદીએ કહ્યું કે, 7 મહિના બાદ ફરી એકવાર અહીં આવવાનું સૌભાગ્ય મળ્યું છે. આ એક સંયોગ છે કે, અગાઉ જ્યારે જાપાન આવ્યો હતો તો તમે સૌએ પ્રિય દોસ્ત શિંજો આબે પર વિશ્વાસ દાખવી તેમને જીતાડ્યા હતા. આજે જ્યારે હું આવ્યો છું ત્યારે દુનિયાના સૌથી મોટા લોરતંત્ર ભારતે આ પ્રધાન સેવક પર પહેલાથી પ્રેમ અને વિશ્વાસ મુક્યો છે.

તેમણે કહ્યું કે, 130 કરોડ ભારતીયએ પહેલાથી મજબૂત સરકાર બનાવી છે. ત્રણ દશકા બાદ પહેલીવાર સતત બીજીવાર પૂર્ણ બહૂમતિની સરકાર બનાવી છે. 1971 બાદ પહેલીવાર એક સરકારને પ્રો ઇંકમ્બેંસી જનાદેશ આપ્યો છે. આ જીત સત્યની જીત છે, ભારતના લોકતંત્રની જીત છે. વડાપ્રધાન મોદીના સંબોધન બાદ ‘જય શ્રી રામ’ અને ‘વંદે માતરમ’ના નારા લાગ્યા.

જાપાનમાં આવતીકાલથી યોજાનાકા G20 શિખર સમ્મેલનમાં સામેલ થવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઓસાકા પહોંચી ગયા છે. આ સમ્મેલન દરમિયાન તેઓ મહત્વપૂર્ણ બહૂપક્ષીય બેઠકોમાં સામેલ થવાની સાથે-સાથે અમેરીકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સહિત દુનિયાના ઘણાં પ્રમુખ નેતાઓને મળશે. આ સિવાય તેમની જાપાનના વડાપ્રધાન શિંજો આબે સાથે મુલાકાત થશે.