ભારત-પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા તણાવભર્યા વાતાવરણમાં કરતારપુર કોરિડોર મામલે બંને દેશોએ મહત્વની બેઠક યોજી હતી. આ બેઠકમાં રાવી નદી પર પુલ બાંધવા સહિત ભારતની કેટલીક માંગણીઓને પાકિસ્તાને માન્ય રાખી છે. કોરિડોરનું કામ ઝડપથી પૂરા કરવાની રજૂઆત હેઠળ ભારત ઇચ્છે છે કે નવેમ્બર 2019 સુધી કોરિડોરનો ઉપયોગ થવા લાગે. ઉલ્લેખનીય છે કે, નવેમ્બરમાં ગુરુ નાનક દેવજીની 550મી જંયતી છે.
કોરિડોર મામલે મહત્વની બેઠકમાં ભારતે પાકિસ્તાન સામે માંગ કરી હતી કે, તે રોજના પાંચ હજાર શ્રદ્ધાળુઓને દર્શન કરવાની મંજૂરી આપે, તેમજ વિશેષ સમયે આ સંખ્યાને દસ હજાર સુધી વધારવાની માંગ કરી હતી. આ સિવાય પાકિસ્તાન ભારતીય મૂળના વિદેશી નાગરિકોને પણ આ સુવિધા આપે તેવી રજૂઆત કરવામાં આવી હતી.
બેઠકમાં ભારતે પાકિસ્તાન સાથે પોતાની સરહહમાં બની રહેલા પુલની જાણકારી આપી હતી. જેની સાથે પાકિસ્તાનને રાવી નદી પર પુલનું નિર્માણ ઝડપથી કરવા માંગ કરી હતી. જો કે આ મામલે કારણની રજૂઆત કરતા ભારતે જણાવ્યું કે, પાકિસ્તાન તરફથી પુલ ન બને તો પંજાબમાં સ્થિત ડેરા બાબા નાનક અને તેની આસપાસના વિસ્તારોમાં પૂરની સંભાવનાઓ વધી શકે છે.
જો કે પાકિસ્તાને તાજેતરમાં જ સિખ ગુરુદ્વારા પ્રંબધક સમિતિમાંથી એક ખાલિસ્તાન સમર્થનને હટાવી લીદો હતો, પરંતુ પોતાના વલણ મુજબ સમિતિની પુનરચના કરતા અન્ય એક ખાલિસ્તાન સમર્થકને સમિતિમાં સામેલ પણ કરી લીધો.