Railwayએ શરુ કરી નવી સેવા! ચાર્ટ બન્યા પછી પણ મળી શકે છે કન્ફોર્મ સીટ

દેશ-વિદેશ મુખ્ય સમાચાર

તમે છાસવારે રેલવે મુસાફરો કરતા હોવ અને પોતાની કન્ફોર્મેશન (Seat Confirmation)ને લઈને ચિંતિત રહો છો તો તમાને રેલવેએ (Railway) મોટી રાહત આપી છે. હવે તમને કન્ફોર્મ ટિકિટ મેળવવા માટે રેલવેએ વધુ એક રસ્તો આપ્યો છે. વધારે સારી સુવિધા આપવા માટે ભારતીય રેલવે હંમેશા કોઈના કોઈ ફેરફાર કરતા રહે છે. ઈન્ડિયન રેલવેએ એક વધુ પહેલ કરી છે. રેલવેની આ નવી સુવિધા લાખો મુસાફરોને ફાયદો મળી શકે છે.

ઈન્ડિયન રેલવેના હવે રિઝર્વેશન ચાર્ટને ઓનલાઈન ડિસ્પ્લે કરનાર શરુ કરી દીધું છે. જેનાથી બુક થયેલી સીટો અને ખાલી સીટો અંગે જાણકારી મળતી રહેશે. રેલવે મંત્રી પીયુષ ગોયલે (Railway Minister Piyush Goyal)ટ્વીટ કરીને જાણકારી આપી હતી કે, હવે રેલવે યાત્રી સરળતાથી બુક થયેલી સીટો અને બુક થયા વગરની સીટોની જાણકારી મેળવી શકે છે. ચાર્ટ બન્યા પછી એક ક્લિક ઉપર આની જાણકારી મળી શકે છે.

ઉલ્લેખનીય છે કે ટ્રેન શરૂ થયાના ચાર કલાક પહેલા રિઝર્વેશન ચાર્ટ રજૂ કરવામાં આવશે. ત્યારબાદ બીજો ચાર્ટ યાત્રા શરુ થયાના અડધો કલાક પહેલા રજૂ કરવામાં આવશે. આ બીજા ચાર્ટ થકી ટ્રીનની સીટો એલોકેશન અંગે જાણકારી મેળવી શકાશે. નવા ફિચર IRCTC e-ticket booking platformના વેબ અને મોબાઈલ બંને વર્ઝનમાં દેખાઈ દેશે. આના માટે ચાર્ટ સૌથી પહેલા તમારે IRCTC website ઉપર લોગ ઈન કરવાનું રહેશે. ત્યારબાદ તમારે ચાર્ટ કે વેકેન્સીનો ઓપ્શન દેખાશે. હવે તમારે મુસાફરની સંપૂર્ણ ડિટેલ જેવી કે ટ્રેન નંબર, મુસાફરી તારીખ, બોર્ડિંગ સ્ટેશન દરેકની જાણકારી આપ્યા પછી તમને Get Train Chartના ઓપ્શન ઉપર ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ તમને ચાર્જ જોવા મળશે.