ગુજરાતના પ્રાથમિક શિક્ષણ વિભાગે સ્કૂલોમાં વિદ્યાર્થીઓની હાજરી બાબતે એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યો હતો. નવા પરિપત્ર પ્રમાણે હવે જો કોઈ વિદ્યાર્થી સતત 30 દિવસ સુધી ગેરહાજર રહેશે તો તેનું નામ કમી કરવામાં આવશે એટલે કે ફક્ત હાજરીપત્રકમાંથી જ વિદ્યાર્થીનું નામ કમી થઈ જશે. સૂત્રોના જણાવ્યા મુજબ શિક્ષણ વિભાગના પરિપત્રમાં જો કોઈ વિદ્યાર્થી 21 દિવસ સુધી સતત ગેજહાજર રહેશે તો તેણે સીઆરસી (ક્લસ્ટર રિસોર્સ કોર્ડિનેટર)નો સંપર્ક કરવો પડશે. તેમજ વિદ્યાર્થીના માતા-પિતાએ પણ સીઆરસીનો સંપર્ક કરવો પડશે. જો કોઈ 30 દિવસ સુધી ગેરહાજર રહેશે તો તેનું નામ કમી કરવામાં આવશે. આ ઉપરાંત જો કોઈ વિદ્યાર્થી સતત ત્રણ દિવસ સુધી સ્કૂલમાં ગેરહાજર રહે છે તો શિક્ષકે તેના ક્લાસના બીજા વિદ્યાર્થી દ્વારા ગેરહાજરીના કારણ અંગે તપાસ કરવાની રહેશે. Suggestive Pic

