ગુજરાતમાં હાર્દિક પટેલ ખાસ કરીને સૌરાષ્ટ્રમાં ગામે ગામ ખૂંદી રહ્યો છે ત્યારે હવે હવે સરદાર પટેલ ગ્રુપના અધ્યક્ષ લાલજી પટેલે પણ સરકાર સામે બાંયો ચડાવાની તૈયારી આદરી છે. લાલજી પટેલે મુખ્ય પ્રધાન વિજય રૂપાણીને અનામત આંદોલનમાં ઉદ્ભવેલા પ્રશ્ર્નોનું નિરાકરણ લાવવા માટેનો પત્ર લખ્યો છે. જેમાં સરકારે પાટીદાર સમાજનાં 14 શહીદ પરિવારને નોકરી સહિત 50થી વધારે ફરિયાદ પાછી ખેંચવાની માગણી કરતો પત્ર લખાયો છે. આ પત્રમાં ચીમકી ઉચ્ચારવામાં આવી છે કે, જો અમારી માગણી 10 દિવસમાં જ નહીં સંતોષાય તો સવર્ણ સમાજ સહિત પાટીદાર સમાજ અહિંસક પોગ્રામ પણ આપશે.

