ઉન્નાવ રેપ કેસઃ જીવતી સળગાવાયેલી પીડિતાએ બેભાન થતા પહેલા કહ્યુ, આરોપીઓને છોડતા નહી

દેશ-વિદેશ મુખ્ય સમાચાર

હૈદ્રાબાદની જેમ યુપીના ઉન્નાવમાં ગેંગ રેપની પીડિતાને આરોપીઓએ સળગાવ્યા બાદ તેની સ્થિતિ અત્યંત ગંભીર બનેલી છે. હાલમાં તેને દિલ્હીની સફદરગંજ હોસ્પિટલમાં વેન્ટિલેટર પર રાખવામાં આવી છે.

ઉન્નાવ રેપ કેસમાં આરોપીઓએ જીવતી સળગાવેલી યુવતીને ગઈકાલે એર એમ્બ્યુલન્સ મારફતે દિલ્હી ખસેડવામાં આવી હતી. હોસ્પિટલમાં પણ તે બેહોશ થતા પહેલા સતત એક જ વાતનુ રટણ કરતી રહી હતી કે, આરોપીઓને છોડતા નહી.

ડોક્ટરોનુ કહેવુ છે કે, તેની હાલત લગાતાર બગડી રહી છે. તે 90 ટકા દાઝી ગઈ છે અને આગામી 72 કલાક સુધી કશું કહી શકાય તેમ નથી.

આ કેસના કારણે યુપી પોલીસ અને સરકાર પર ગંભીર સવાલો ઉઠ્યા છે.સંસદથી લઈને રસ્તાઓ પર તેનો વિરોધ થઈ રહ્યો છે. પીડિતા પર રેપ કરનારા આરોપીઓ જામીન પર છુટ્યા હતા અને બાદમાં તેમણે પીડિતા પર કેરોસીન છાંટીને તેને જીવતી સળગાવતા આખા દેશમાં હાહાકાર મચેલો છે. તેના પર 2018માં રેપ થયો હતો.એ પછી 2019માં ફરિયાદ થઈ હતી. મુખ્ય આરોપી શિવમ ત્રિવેદી 30 નવેમ્બરે જામીન પર છુટ્યો હતો. તેણે બહાર આવતાની સાથે જ ભોગ બનેલી યુવતીને સળગાવીને મારી નાંખવાની કોશિશ કરી હતી.

પોલીસે આ મામલામાં બે વ્યક્તિઓની ધરપકડ કરી છે અને બીજા ત્રણ અટકાયતમાં છે. પીડિતાએ આપેલાનિવેદન પ્રમાણે ગુરુવારે ચાર વાગ્યે રાયબરેલી જવા માટેની ટ્રેન પકડવા સ્ટેશન જઈ રહી હીત ત્યારે ગૌરા ગામના વળાંક પર હરિશંકર ત્રિવેદી, કિશોર શુભમ, શિવમ અને ઉમેશે મને ઘેરીને મારા પર હુમલો કર્યો હતો.