હૈદરાબાદ કેસમાં ન કોઈ કોર્ટ, ન દયાની અરજી અને સીધો ફેંસલો; દિશાના પિતાએ કહ્યું- દીકરીની આત્માને શાંતિ મળી

દેશ-વિદેશ મુખ્ય સમાચાર

તેંલગાણામાં દુષ્કર્મના ચારેય આરોપીઓને પોલીસે એન્કાઉન્ટરમાં ઠાર કરી દીધા છે. પોલીસ આરોપીઓને લઈને અંડરબ્રીજ પહોંચી હતી, જ્યાં તેમણે ડોક્ટર પર પેટ્રોલ છાંટીને તેને સળગાવી દીધી હતી. પૂછપરછ અને ઘટનાને રીક્રિએટ કરવા દરમિયાન આરોપી ભાગવા લાગ્યા હતા અને ત્યારપછી પોલીસે ફાયરિંગ કરવું પડ્યું હતું. જોકે આ સમગ્ર ઘટના પછી સમગ્ર દેશમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. કારણકે નિર્ભયાના આરોપીને હજી પણ ફાંસીની સજા મળી નથી અને તેની જગ્યાએ હૈદરાબાદ દુષ્કર્મના કેસમાં આઠ દિવસમાં ફેંસલો આવી ગયો છે. હૈદરાબાદ પોલીસની આ કામગીરીને સમગ્ર દેશે બીરદાવી છે. હૈદરાબાદ દુષ્કર્મ પીડિતાને દિશા નામ આપવામાં આવ્યું છે. દિશાના પિતાએ પણ આ ઘટનાને બીરદાવી છે અને કહ્યું છે કે, આજે મારી દીકરીની આત્માને શાંતિ મળશે. જ્યારે દિશાની બહેને કહ્યું છે કે, આ એન્કાઉન્ટર એક ઉદાહરણ સાબીત થશે.

નિર્ભયાની માતાએ ખુશી વ્યક્ત કરી
આ દરમિયાન નિર્ભયાની માતાએ પણ કહ્યું છે કે, મારી દીકરીના આરોપીઓને હજી સાત વર્ષે પણ સજા નથી મળી અને દિશાના આરોપીઓને આઠ જ દિવસમાં સજા મળી ગઈ છે. આ ખુબ ખુશીની વાત છે. હું ઈચ્છું છું કે હવે નિર્ભયાના આરોપી અને સમગ્ર દેશના આવા આરોપીઓ જેણે બાળકીઓ સાથે અત્યારચાર કર્યા છે તેમને પણ જલદીથી સજા મળે.