ભાગેડું સ્વામી નિત્યાનંદ માટે ભારતે તેના તમામ દુતાવાસને આપી ‘લુકઆઉટ નોટિસ’

દેશ-વિદેશ મુખ્ય સમાચાર

કાયદાની આંખમાં ધુળ નાખીને વિદેશ ફરાર થઇ ગયેલા સ્વામી નિત્યાનંદને શોધવા માટે વિદેશ મંત્રાલયે તેની તમામ એલચી કચેરીઓને ‘લુક આઉટ નોટિસ’જારી કરી છે.સરકારે પોતાના તમામ મિશન અને પોસ્ટને સ્વામી નિત્યાનંદ અંગે માહિતી આપવાનું અને સ્થાનિક સરકારોને તેના અંગે જાણકારી આપવાનું કહ્યું છે.

વિદેશ વિભાગનાં પ્રવક્તાનાં જણાવ્યા અનુસાર નિત્યાનંદ ક્યાં છે તે અંગે કોઇ માહિતી નથી,પરંતું કેટલાક દિવસો પહેલા દુનિયાનાં અલગ-અલગ દેશોમાં સ્થિત ભારતની એલચી કચેરીઓ તથા મિશનને સ્વામી નિત્યાનંદનાં ગુના નાં મામલામાં તેની શોધ ચાલી રહી છે તે અંગે જણાવી દેવામાં આવ્યું છે.જેથી તેમના અંગે કોઇ માહિતી મળે તો તે જણાવી શકે.તે સાથે જ વિદેશી સરકારોએ પણ તેમના અંગે જાણકારી આપી શકે.

નિત્યાનંદ દ્વારા નવો દેશ ઘોષિત કરવાના સમાચાર પર ભારત સરકારે અવું કહીંને ઇન્કાર કર્યો છે કે આવી ફાલતું બાબતો પર ટીપ્પણી કરવી પણ યોગ્ય નથી.

વિદેશ વિભાગનાં પ્રવક્તાએ કહ્યું કે વેબસાઇટ બનાવવી અને એક અલગ દેશની સ્થાપના કરવી તે બંને અલગ-અલગ બાબત છે.કોઇ દેશનું સર્જન કરવું તે એક આંતરરાષ્ટ્રિય પ્રક્રિયા છે.ફક્ત વેબસાઇટ બનાવીને તેના દ્વારા ઘોષણા કરવાથી દેશ નથી બનતો.

જો કે વિદેશ વિભાગે નિત્યાનંદ અંગે કોઇ પણ એજન્સી પાસેથી પ્રત્યાર્પણની રજુઆત પ્રાપ્ત થઇ છે તેનો ઇન્કાર કર્યો છે. વિદેશ વિભાગનાં પ્રવક્તા અનુસાર નિત્યાનંદનો પાસપોર્ટ પહેલેથી જ રદ્દ કરવામાં આવ્યો છે.

સ્વામી નિત્યાનંદને ઓક્ટોબર 2008માં પાસપોર્ટ જારી કરવામાં આવ્યો હતો.પરંતું તેની સમય મર્યાદા પુરી થાય તે પહેલા જ તેને રદ્દ કરવામાં આવ્યો હતો.

અત્રે ઉલ્લેખનિય છે કે દુષ્કર્મ અને છેતરપિંડીનાં કેસમાં વોન્ટેડ સ્વામી નિત્યાનંદે એક વેબસાઇટ બનાવીને ઇક્વાડોર નજીક એક ટાપુ પર નવું હિંદું રાષ્ટ્ર બનાવવાની જાહેરાત કરી હતી.

આ કથિત દેશ માટે નિત્યાનંદે નવો ઝંડો,પાસપોર્ટ અને રાજચિન્હ જારી કર્યું છે.જો કે ઇક્વાડોરે આ વાતનો ઇન્કાર કર્યો છે,હવે એ સ્પષ્ટ નથી કે એ ટાપું દેશ ક્યા છે.