પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાને સોમવારે રાષ્ટ્રના નામે સંબોધન કરી દેશવાસીઓને આગ્રહ કર્યો કે પાકિસ્તાનને પાટા પર લાવવા અને ગરીબોની જિંદગીમાં સુધારા માટે પોતાની જવાબદારી નિભાવે.
ઇમરાન ખાને બધા પાકિસ્તાનીઓને કહ્યું કે 30 જૂન સુધી પોતાની સંપત્તિઓ જાહેર કરે, જેથી કાયદેસર અને ગેરકાયદેસર સંપત્તિની ખબર પડે.
વડા પ્રધાન ઇમરાન ખાને કહ્યું કે 30 જૂન સુધી પોતાની સંપત્તિ, બેનામી બૅન્ક એકાઉન્ટ, વિદેશોમાં રાખેલા પૈસાને સાર્વજનિક કરે, કેમ કે 30 જૂન બાદ કોઈ મોકો નહીં મળે.
પાકિસ્તાનના વડા પ્રધાને કહ્યું, ”ગત 10 વર્ષમાં પાકિસ્તાનનું દેવું છ હજાર અબજથી વધીને 30 હજાર અજબ રૂપિયા સુધી પહોંચ્યું છે. આપણે જે વાર્ષિક ચાર હજાર અબજ રૂપિયાનો ટૅક્સ એકત્ર કરીએ છીએ તેનાથી અડધી રકમ દેવાંના હપ્તા ભરવામાં જાય છે.”
“બાકી વધેલા પૈસાથી દેશનો ખર્ચ નીકળી શકે તેમ નથી. પાકિસ્તાનીઓ દુનિયાભરમાં સૌથી ઓછો ટૅકસ ભરે છે, પરંતુ એવા કેટલાક પ્રાંતમાં તેનો સમાવેશ થાય છે જે સૌથી વધુ ખેરાતનો બોજ ધરાવે છે. જો આપણે તૈયારી થઈ જઈએ તો દર વર્ષે ઓછામાં ઓછા 10 હજાર અબજ રૂપિયા એકત્ર કરી શકીએ છીએ.”