નર્મદા ડેમનું પાણી કાળુ પડયું, પુરવઠો બંધ કરાયો

ગુજરાત મુખ્ય સમાચાર

ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમમાં કેમિકલને કારણે પાણીની ગુણવત્તા બગડી છે અને પાણી રીતસરનુ કાળુ પડયુ છે જેના લીધે રાજય સરકાર હરકતમાં આવી છે. પાણી પીવાયુક્ત ન હોવાથી નર્મદા જિલ્લાના બે તાલુકાના આશરે ૧૩૮ ગામોમાં પાણીનો પુરવઠો હાલપુરતો બંધ કરાયો છે. કાળા પાણીના સેમ્પલ અમદાવાદ-આણંદની લેબમાં મોકલાયાં, પાણીમાં ઓક્સિજનની માત્રા ઘટતાં હજારો માછલીઓ મરી ગઇ હોવાનું જાણવા મળે છે. ૨૪મી જાન્યુઆરીએ રાત્રે અચાનક જ નર્મદાડેમના પાણીમાં અચાનક બદલાવ જોવા મળ્યો હતો. છેલ્લાં કેટલાંય દિવસથી ડેમના પાણીનો રંગ જાણે બદલાયો હતો. કેમિકલને લીધે પાણીમાં ઓક્સિજની માત્રા ઓછી થઇ હતી જેથી માછલીઓ મરી ગઇ હતી. કેમિકલયુક્ત પાણીને લીધે પાણીમાં હેવી મેટલ અને પેસ્ટીસાઇઝ હોવાનુ જાણવા મળ્યુ હતું પરિણામે પાણીનો બેકેટેરિયલ રિપોર્ટ પણ નેગેટીવ આવ્યો હતો. પાણી પુરવઠા વિભાગના સચિવ જે.પી.ગુપ્તાએ જણાવ્યું કે, જયાં દુષિત પાણી છે ત્યાં પાણી શુધ્ધિકરણની પ્રક્રિયા કરી દેવામાં આવી છે. (પ્રતિકાત્મક તસવીર)