ભાજપનું જનસંપર્ક અભિયાન : અમિત શાહે રોડ શૉ કરી કર્યા પ્રચારના શ્રીગણેશ

ગુજરાત મુખ્ય સમાચાર રાજકીય

આજે ભાજપના સ્થાપના દિવસથી પાર્ટી અધ્યક્ષ અમિત શાહ પોતાના મત વિસ્તારમાં ચૂંટણી પ્રચારનો પ્રારંભ કર્યો છે. આ રોડ શો વણઝરથી લઇને વસ્ત્રાપુર હવેલી સુધી યોજાયો. અમિત શાહની સાથે પ્રદેશ ભાજપ પ્રમુખ જીતુ વાઘાણી પણ રોડ શોમાં સામેલ છે. તેઓ સરખેજ, મકરબા, શ્રીનંદનગર, વેજલપુર, જીવરાજ પાર્ક, પ્રહલાદનગર રોડ, લોટ્સ સ્કુલ ચાર રસ્તા, માનસી સર્કલ સહિતના વિસ્તારમાં થઈને વસ્ત્રાપુર પહોંચી રહ્યા છે. અમિત શાહના રોડ શો માં મોટી સંખ્યામાં ભાજપ કાર્યકરો બાઈક રેલી અને કેસરિયા સાફા સાથે જોડાયેલા જોવા મળ્યા હતા.

ભાજપ ઈચ્છે છે કે 2014ની લોકસભા ચૂંટણીમાં તેમણે કરેલા દેખાવને 2019માં રિપીટ કરે. પરંતુ આ માટે ભાજપ સામે અનેક પડકારો છે. ગુજરાતમાં ભાજપ સામે તમામ 26 બેઠકો જાળવી રાખવાનો સૌથી મોટો પડકાર છે. આ ઉપરાંત પાંચ વર્ષના શાસન દરમ્યાનની એન્ટી ઈન્કમ્બન્સીને ખાળવી. નારાજ વર્ગોને સાથે લઈ ચાલવાનો પણ પડકાર છે.. રાજ્યમાં ભાજપથી નારાજ મનાતા પાટીદારોને મનાવી સાથે લઈ ચાલવું પણ મહત્વનું છે. ગત વિધાનસભા ચૂંટણી દરમ્યાન જે બેઠકો પર ભાજપનું ધોવાણ થયું છે તેવી નબળી બેઠકો પર મજબૂત ઉમેદવાર ઊભા રાખી જીત મેળવવાનો પડકાર છે. એટલે જ ભાજપે 16 સાંસદોને રિપીટ કર્યા છે. આ ઉપરાંત પક્ષનો આંતરિક અસંતોષ ડામવો અને નિષ્ક્રિય કાર્યકરોને સક્રિય બનાવી લોકસભા ચૂંટણીના પ્રચારમાં દોડતા કરવાનો પડકાર છે.