અમદાવાદના JCP વિપુલ અગ્રવાલે ટ્વિટ બાદ જણાવ્યું હતું કે, CBSEની સ્કૂલને પ્રેક્ટિકલ માર્ક્સ આપવાની મંજૂરી ન હોવી જોઈએ. પ્રેક્ટિકલ માર્કસ આપવાની પદ્ધતિથી ઘણા ખરા વિદ્યાર્થીઓને નુકસાન થઇ રહ્યું છે.
JCP વિપુલ અગ્રવાલે લખેલા પત્રમાં લખ્યું છે કે, મારી પુત્રી સત્વિકા અગ્રવાલ અમદાવાદના શાહીબાગ ખાતે આવેલી રચના સ્કૂલ ખાતે અભ્યાસ કરે છે. તેણે ચાલુ વર્ષમાં ધોરણ-10ની પરીક્ષા આપી હતી. તેણીએ પરીક્ષામાં 448/500 માર્ક્સ મેળવ્યા છે. અગ્રવાલે પોતાની ટ્વિટમાં દીકરીની માર્કશીટ પણ જોડી છે.
અગ્રવાલે સ્કૂલ તરફથી આપવામાં આવતા પ્રેક્ટિકલ માર્ક્સ આપવાની પદ્ધતિ સામે રોષ ઠોલવતા જણાવ્યું કે, દીકરીને સ્કૂલ તરફથી આંતરિક મુલ્યાંકનમાં અંગ્રેજી વિષયમાં 17, હિન્દીમાં 17, ગણિતમાં 15, વિજ્ઞાનમાં 17, સામાજિક વિજ્ઞાનમાં 18 માર્ક્સ આપવામાં આવ્યા છે. સ્કૂલ તરફથી આંતરિક મુલ્યાંકનમાં આઈપીએસની દીકરીને કુલ 84 ટકા માર્ક્સ પ્રાપ્ત થયા છે.
જ્યારે લેખિત પરીક્ષામાં તેણીએ 91 ટકા માર્ક્સ મેળવ્યા છે. સરવાળે તેણીનું પરિણામ 86.60 ટકા થાય છે. દીકરીએ જેટલા માર્ક્સ થિયરીમાં મેળવ્યા છે તેની સરખામણીમાં સ્કૂલ તરફથી આંતરિક મુલ્યાંકનના માર્ક્સ ઓછા આપવામાં આવ્યા છે. તેના લીધે દીકરીનું પરિણામ ઓછું આવ્યું હોવાનું જણાવ્યું છે.