હાલમાં વેકેશનનાં પગલે બાળકો સાથે મોટી સંખ્યામાં મહિલાઓ , પુરુષો બીચ પર આવી રહ્યા છે દરિયામાં ઉછળતા મોજા વચ્ચે નાહવાની અલગ જ મજા હોય છે તેમ અહીં લોકો આવીને વેકેશનને યાદગાર બનાવી રહ્યા છે ખાસ કરીને , ક્ચ્છ ઉપરાંત રાજકોટ , મુંબઇ , મોરબી ના પ્રવાસીઓ માંડવી બીચ પર આવી રહ્યા છે
કાળઝાળ અને અંગ દઝાડતી ગરમીમાં પાણીમાં નહાઈને લોકો ગરમીથી બચવા પ્રયત્નો સાથે મનોરંજન અને આનંદ મેળવી રહ્યા છે સાથે બોટ રાઈડનો પણ લાભ લઇ રહ્યા છે આવનારા દિવસોમાં પ્રવાસીઓની સંખ્યામાં હજી વધારો થશે.

