ભાજપમાંથી વય મર્યાદા નાબૂદ કરતા અડવાણી અને મુરલી મનોહર ચૂંટણી લડે તેવી શક્યતા

ગુજરાત મુખ્ય સમાચાર રાજકીય

નવી દિલ્હી:

ભાજપ લોકસભા ચૂંટણીમાં 75 વર્ષથી વધુની વયના ઉમેદવારોને ટિકિટ લેતા અટકાવશે નહીં. તેથી લાલકૃષ્ણ અડવાણી, મુરલી મનોહર જોશી, શાંતાકુમાર અને એવા અન્ય વયોવૃદ્ધ નેતાઓ માટે ચૂંટણી લડવાનો માર્ગ મોકળો થઇ ગયો છે. શુક્રવારે રાત્રે ભાજપ સંસદીય સમિતિની બેઠકમાં વયનું કોઇ માપદંડ નક્કી કર્યા વિના ચૂંટણી જીતી શકનારા નેતાઓને ટિકિટ આપવાનો નિર્ણય લેવાયો હતો. પક્ષે તેની કોઇ સત્તાવાર જાહેરાત કરી નથી પરંતુ સૂત્રોએ તેની પુષ્ટિ કરી છે. જોકે વરિષ્ઠ નેતાઓ પર જ ચૂંટણી લડવી કે નહીં તે અંગેનો નિર્ણય છોડી દેવાયો છે. પરંતુ પક્ષ અને સરકારમાં કોઇ પદ માટે 75ની વયમર્યાદા ચાલુ રહેશે. બેઠકમાં એ પણ નક્કી કરાયું કે મોદી વારાણસીથી જ ચૂંટણી લડશે.