ઉપરવાસમાં થયેલા ભારે વરસાદને પગલે કડાણા ડેમની સપાટી વધી

ગુજરાત

ઉપરવાસમાં થયેલા વરસાદને કારણે કડાણા ડેમમાં પાણીની આવક થઇ છે. ઉપરવાસમાં આવેલા મહિબજાજ ડેમમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે. કડાણા ડેમમાં 56 હજાર 261 ક્યુસેક પાણીની આવક થઇ છે. તો બીજી તરફ 85 હજાર ક્યુસેક પાણી મહી નદીમાં હાઇડ્રો પાવર હાઉસ તેમજ ગેટ દ્વારા છોડવામાં આવ્યું છે.પાણી છોડવાના કારણે કડાણામાં આવેલો ધોડીયાર બ્રીજ ડૂબમાં જશે. સાંજે ચાર કલાકે ડેમની જળ સપાટી 126.29 મીટરે પહોંચી હતી.